Gujarat Revenue Minister Rajendra Trivedi Surprise Visit News: રાજ્ય સરકારના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રીવેદી તેમની કામ કરવાની ખાસ પધ્ધતીથી જાણીતા છે. તેઓ પોતાના વિભાગના ભ્રષ્ટાચાર ઝડપવા ખુબ સતર્ક રહેતા જણાય છે. રાજેન્દ્ર ત્રીવેદીએ આજે સરપ્રાઈઝ વિઝીટ કરી સૌ કોઈને ચોંકાવી દિધા હતા.
Revenue Minister Trivedi નું સરપ્રાઈઝ ચેકિંગ ! કચેરીમાં હાજર લોકોને પુછ્યો આ સવાલ
રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રીવેદી આજે કોઈ પણ જાતના તામજામ કે બંદોબસ્ત વિના જ વલસાડ (Valsad) ખાતે આવેલી રજીસ્ટ્રાર કચેરી ખાતે પહોંચ્યા હતા. આજરોજ મહેસૂલ મંત્રી એ વલસાડ રજીસ્ટ્રાર કચેરી (Registrar Office) ખાતે પહોંચી સરપ્રાઈઝ વિઝીટ કરી હતી. જેમાં તેઓ અરજદારો અને દસ્તાવેજ કરવા આવેલા લોકોને રૂબરૂ મુલાકાત કરતા જોવા મળ્યા હતા. હાજર અરજદારોને સવાલ કરતા તેમણે કહ્યું કે, શું કોઈ અધિકારીએ કામ કરવા માટે તેમની પાસે રૂપિયા માંગ્યા છે ?
વધુ વાંચો- ખેડૂતોનો પાક ખેડૂતોના ભાવે વેચાશે ! લોઢવાના ખેડૂતોએ કરી આવી એકતા
મહેસૂલ મંત્રીની અચાનક જ એન્ટ્રી થતા સરકારી અધિકારીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો. હાજર અરજદારોને તકલિફ બાબતે સવાલ કર્યા બાદ સરકારી અધિકારીઓને પણ સવાલો પુછવામાં આવ્યા હતા. સાથે જ તેમને સુચના આપી હતી કે અરજદારો અને કામ અર્થે આવતા લોકોને કચેરીમાં બેસવાની વ્યવસ્થા કરવામાં આવે તેમજ તેમની યોગ્ય સંભાળ લેવામાં આવે.
ઉલ્લેખનિય છે કે મહેસુલ મંત્રી ત્રીવેદીએ અગાઉ પણ આ પ્રકારે કાર્યવાહી કરી ભ્રષ્ટાચાર કાબુમાં લેવાના પગલા લીધા છે. થોડા સમય પહેલા જ બરોડામાં થયેલા જમીનના ભ્રષ્ટાચારને પણ તેઓ એ ઉજાગર કરી કાર્યવાહી કરતા લોકો તેમના વખાણ કરતા જોવા મળ્યા હતા. આ સમયે તેઓ એ ઉચ્ચાર્યુ હતુ કે, વિરોધ પક્ષનું કાર્ય પણ હવે મારે કરવુ પડે છે.
