Homeમનોરંજનજંગલમાં 40 વર્ષ સુધી સ્વસ્થ રહ્યાં, મનુષ્યો વચ્ચે માત્ર 8 વર્ષ જીવી...

જંગલમાં 40 વર્ષ સુધી સ્વસ્થ રહ્યાં, મનુષ્યો વચ્ચે માત્ર 8 વર્ષ જીવી શક્યા

-

‘Real Life Tarzan Stayed healthy in the jungle for 40 years, only 8 years among humans

‘રિયલ લાઇફ’ ટારઝન: જંગલમાં 40 વર્ષ સુધી સ્વસ્થ રહ્યા, મનુષ્યો વચ્ચે માત્ર 8 વર્ષ જીવી શક્યા

જંગલમાં ઉછરેલા ‘રિયલ લાઇફ ટારઝન’ માત્ર 8 વર્ષ મનુષ્ય વચ્ચે વિતાવ્યા બાદ મૃત્યુ પામ્યા હતા. આધુનિક વિશ્વથી અલગ જંગલમાં 40 વર્ષ સુધી રહેતા હો વેન લેંગ વિશે 8 વર્ષ પહેલા લોકોને ખબર પડી અને ત્યારબાદ તેને માનવ સંસ્કૃતિ વચ્ચે લાવવામાં આવ્યા હતા.

હો વેન લેંગ જંગલમાં ખૂબ જ તંદુરસ્ત જીવન જીવતા હતા, પરંતુ મનુષ્યોમાં આવ્યા પછી માત્ર 8 વર્ષ પછી, લેંગને લીવર કેન્સર થયું હતું અને એમને કારણે એમનું મૃત્યુ થયું હતું. છેલ્લા સોમવારે (6 સપ્ટેમ્બર) લેંગનું અવસાન થયું.

ધ સનના અહેવાલ મુજબ, 1972 માં વિયેતનામ યુદ્ધ દરમિયાન અમેરિકન બોમ્બમારામાં હો વેન લેંગની માતા અને અન્ય બે ભાઈઓ માર્યા ગયા હતા. આ પછી, તેના નાના બાળકનો જીવ બચાવવા માટે, લેંગના પિતા જંગલમાં છુપાયા અને ત્યારથી પિતા અને પુત્ર જંગલમાં રહેવા લાગ્યા. તે સમયે, લેંગ માત્ર 2 વર્ષનો હતો.

હો વેન લેંગે તેના પિતા સિવાય તેના જીવનમાં અન્ય કોઈ વ્યક્તિને ક્યારેય જોઈ ન હતી. લેંગ પાસે માનવ સભ્યતા, પહેરવેશ, ખાણી -પીણી વિશે પણ કોઈ માહિતી નહોતી. તે જંગલમાં મળતી વસ્તુઓ ખાઈને અને વૃક્ષોના પાંદડા અને છાલ પહેરીને જીવતો હતો.

હો વેન લેંગ અને તેના પિતા જંગલમાં ફળો, શાકભાજી, મધ અને ઘણા પ્રકારના માંસ ખાતા હતા. તેમના આહારમાં વાંદરા, ઉંદર, સાપ, ગરોળી, દેડકા, ચામાચીડિયા, પક્ષીઓ અને માછલીઓ સહિત અનેક પ્રકારના માંસનો સમાવેશ થતો હતો.

આ સિવાય, હો વેન લેંગે ક્યારેય કોઈ સ્ત્રીને જોઈ ન હતી અને તેના વિશે કોઈ માહિતી નહોતી. મનુષ્યો વચ્ચે આવ્યા પછી, જ્યારે તેને મહિલા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે તેના પિતાએ તેના વિશે કશું કહ્યું નથી.

ડુ કાસ્ટવે નામની કંપની, જે લોકોને જંગલોમાં રહેવાની યુક્તિઓ શીખવે છે. મનુષ્યો વચ્ચે પાછા આવ્યા પછી, તે કંપનીના એલ્વારો સેરેજો હો વેન લેંગને મળ્યા. તેમણે કહ્યું કે તેમનું મૃત્યુ માનવ જગતમાં આવ્યા પછીને પરિવર્તનને કારણે થયું છે. લેંગે તૈયાર ખોરાક ખાવાનું અને દારૂ પીવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું કે લેંગના નિધનથી હું ખૂબ જ દુ:ખી છું, પણ મારા માટે તેમનું મૃત્યુ થવું પણ એમની માટે એક મુક્તિ છે કારણ કે હું જાણું છું કે તેઓ છેલ્લા ઘણાં મહિનાઓથી પીડાતા હતા.

Must Read