Homeગુજરાતગીર સોમનાથલાંબાં સમયથી બંધ નવા રાશન કાર્ડની કામગીરી શરૂ કરવા અફઝલ પંજાની રજૂઆત:...

લાંબાં સમયથી બંધ નવા રાશન કાર્ડની કામગીરી શરૂ કરવા અફઝલ પંજાની રજૂઆત: વેરાવળ

-

મોંઘવારી મા સરકારની યોજનાઓનો ભરપૂર લાભ લઇ શકે. રાશનકાર્ડ એક જીવન જરૂરિયાત માટે દસ્તાવેજી પુરાવા છે જેનું દરેક ક્ષેત્રે ખૂબ જ ફાયદા મળે છે.

નવા રાશન કાર્ડની કામગીરી શરૂ કરવા નગરસેવક અફઝલ પંજાની રજૂઆત

પરાગ સંગતાણી – Gir Somnath : કોરોના કાળના લાંબા ચક્ર માથી લોકો ધીમે ધીમે બહાર આવી રહયા છે.લોકોની રોજબરોજની જીવન શૈલી સામાન્ય થઈ રહી છે.પણ વેરાવળ તાલુકામાં (Veraval) લાંબા સમયથી નવા રાશન કાર્ડ બનાવવાની કામગીરી ઠપ્પ છે. જે  બાબતે સામાન્ય લોકો ખૂબ પરેશાની ભોગવી રહયા છે.

ગુજરાત સરકાર દ્વારા લોકોને અનાજ તેમજ અન્ય સગવડતાઓ રાશન કાર્ડ મારફતે આપવામાં આવે છે અને લોકો તેનું લાભ પણ લઈ રહયા છે. પણ ઘણા એવા કુટુંબ છે આજે પણ આ સેવાઓનો લાંભથી વંચીત છે. જો આ લોકો ને રાશન કાર્ડ બનાવી દેવા મા આવે તો આ લોકો પણ આ ત્રાસ દાયક મોંઘવારી મા સરકારની યોજનાઓનો ભરપૂર લાભ લઇ શકે. રાશનકાર્ડ એક જીવન જરૂરિયાત માટે દસ્તાવેજી પુરાવા છે જેનું દરેક ક્ષેત્રે ખૂબ જ ફાયદા મળે છે.

નગરસેવક અફઝલ પંજા દ્વારા વેરાવળ તાલુકાના વહીવટી તંત્ર ને લેખિત રજૂઆત કરેલ છે કે હાલ જે રાશન કાર્ડ ની કામગીરી બંધ છે. તે વહેલી તકે શરૂ કરવામાં આવે અને આ તકલીફ નો જે સામનો કરી રહયાં છે તેઓને રાહત થાય તેવી રજૂઆત કરેલ છે.

Must Read