Homeરાજકારણરાકેશ ટિકૈતે : સરકાર માનશે નહીં ઈલાજ કરવો પડશે

રાકેશ ટિકૈતે : સરકાર માનશે નહીં ઈલાજ કરવો પડશે

-

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે લાવેલા 3 કૃષી કાયદા વિરૂધ્ધમાં ખેડૂતો મહિનાઓથી વિરોધ કરી રહ્યાં છે. છેલ્લા 200 કરતા વધારે દિવસોથી ખેડૂતો દિલ્હી આસપાસ આંદોલન અને ધરણા પ્રદર્શન કરી રહ્યાં છે. આ બાબતે ખેડૂત નેતા રાકેશ ટિકૈતે( Rakesh Tikait ) ગઈકાલે રવિવારે ટ્વિટ કરી જણાવ્યું છે કે “સરકાર માનશે નહીં.

Rakesh Tikait said False cases do not suppress the voice of the farmer

  • ઈલાજ તો કરવો પડશે. ટ્રેક્ટરો સાથે પોતાની તૈયારી રાખો. જમીન બચાવવા આંદોલન તેજ કરવું પડશે.”બાદમાં આજે સવારે તેમને ટ્વિટ કરીને જણાવ્યું છે કે “કાં તો ખેડૂત અને જનતા રહેશે કાં તો આ સરકાર. અન્નદાતાનો અવાજ ખોટા મુકદ્દમા કરવાથી દબાવી નહીં શકાય.”
  • રાકેશ ટિકૈતના તીખા તેવર ભર્યા ટ્વિટથી ખેડૂતોનું આંદોલન વધુ વેગ પકડી શકે છે. સાથે જ ખેડૂતોના આંદોલનની સીધી જ અસર આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં જોવા મળી શકે છે તેવું જાણકારોનું માનવું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા 6 મહિના કરતા પણ વધારે સમયથી દિલ્હીની વિવિધ સરહદોએ મોટી સંખ્યામાં પંજાબ, હરિયાણા અને પશ્ચિમી યુપીના ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ખેડૂતો ગત વર્ષે બનાવવામાં આવેલા કૃષિ કાયદા રદ્દ કરવા અને એમએસપી પર કાયદો બનાવવા માગણી કરી રહ્યા છે.

દિલ્હીની સરહદે આંદોલન અન્ ધરણા કરી રહેલા ખેડૂતો અને સરકાર વચ્ચે હાલ સુધી કોઈ ઉકેલ નીકળતો જણાતો નથી. અગાઉ આ બાબતે બંને પક્ષે ઘણા તબક્કામાં વાતચીતનો દૌર ચાલ્યો હતો પરંતુ દરેક તબક્કે બેઠક પરિણામ સુધી પહોંચી શકી નથી.

વધુ વાંચો – Farmers Protest -પોલીસે કિસાન આંદોલન સ્થળ પરના રસ્તા ખોલવાનું ચાલુ કર્યું.

વધુ વાંચો – ખેડૂત આંદોલન આટલા મહિના સુધી ચાલશે, ટિકૈતે આપ્યો જવાબ Farmers Protest News

ખેડૂતોના મુદ્દે કેન્દ્ર સરકાર સ્પષ્ટ રીતે જણાવી દિધું છે કે તે કાયદો રદ્દ નહીં કરે. પરંતુ જો ખેડૂત સંશોધન કરાવવા ઈચ્છે છે તો તેઓ એ માટે સરકાર તૈયાર છે. એક તબક્કે તો કેન્દ્ર સરકારે ખેડૂતોને કાયદા દોઢ વર્ષ માટે સ્થગિત રાખવાનો પણ પ્રસ્તાવ આપ્યો હતો. પરંતુ ખેડૂતો મક્કમ રીતે આંદોલનની શરૂઆતથી જ આ કાયદાઓ રદ્દ કરવા અને એમ.એસ.પી. પર કાયદો બનાવવાની માંગણી કરી રહ્યા છે.

થોડા દિવસ અગાઉ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ફરી જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર ખેડૂતો સાથે વાતચીત કરવા માટે તૈયાર છે. જોકે કાયદાઓને રદ્દ નહીં કરવામાં આવે.

Must Read