Homeરાષ્ટ્રીયજુઓ વિડીયો આંદોલન પાછું ખેચવા મુદે રાકેશ ટિકેતનું મહત્વનું નિવેદન...

જુઓ વિડીયો આંદોલન પાછું ખેચવા મુદે રાકેશ ટિકેતનું મહત્વનું નિવેદન…

-

ભારતીય કિસાન યુનિયન (BKU)ના રાકેશ ટિકેતએ આંદોલન પાછું ખેચવા મુદે પોતે સ્પષ્ટતા કરી કે….

Rakesh Tikait Speech ભારતીય કિસાન યુનિયન (BKU)ના રાકેશ ટિકેતએ આંદોલન પાછું ખેચવા મુદે પોતે સ્પષ્ટતા કરી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રકાશ પર્વ નિમિત્તે રાષ્ટ્રને સંબોધનમાં ત્રણેય કૃષિ કાયદાઓ પરત ખેંચવાની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા હતા અને પોતાના સંબોધનમાં તેમણે ખેડૂતોને આંદોલન સમાપ્ત કરીને ઘરે પરત ફરવાની અપીલ પણ કરી છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે ખેડૂતો તેમના ખેતરોમાં પાછા ફરે અને તેમના પરિવારને પાછા મળે. જો કે ખેડૂત નેતા રાકેશ ટિકૈતે સ્પષ્ટ કર્યું છે કે ખેડૂતોનું આંદોલન તરત જ પાછું ખેચવામાં નહીં આવે.

ભારતીય કિસાન યુનિયન (BKU)ના પ્રવક્તા ટિકૈતે KOO પર આ વાત કહી હતી, તેમણે કુ પર લખ્યું, ‘આંદોલન તરત જ પાછું નહીં ખેચવામાં આવે, અમે એ દિવસની રાહ જોઈશું જ્યારે સંસદમાં કૃષિ કાયદાને રદ કરવામાં આવશે. અને લઘુત્તમ ટેકાના ભાવની સાથે સરકારે ખેડૂતોના અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા કરવી જોઈએ.

આંદોલન પાછું ખેચવા મુદે બોલતા રાકેશ ટિકેત જુઓ વિડિયો – Rakesh Tikait Speech

નોંધનીય છે કે કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં દેશભરના ખેડૂતો એક વર્ષથી વધુ સમયથી આંદોલન ચલાવી રહ્યા હતા. તેમણે કહ્યું કે આના કારણે કૃષિ ક્ષેત્રમાં ખાનગી ક્ષેત્રનો હસ્તક્ષેપ વધશે. આજે દેશને સંબોધનમાં PM એ કહ્યું કે અમારી સરકાર ખેડૂતોના હિતમાં તમામ પ્રયાસો કરી રહી છે તેમની આર્થિક સ્થિતિ સુધારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

નાના ખેડૂતોને મદદ કરવા માટે કૃષિ કાયદા લાવવામાં આવ્યા હતા તેમણે કહ્યું કે અમારી સરકાર ખેડૂતો જેમાં ખાસ કરીને નાના ખેડૂતોના હિત માટે સંકલ્પબદ્ધ છે. અમે તેમના શ્રેષ્ઠ હિતમાં કામ કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ.

કૃષિ કાયદાઓ પાછી ખેંચવા પાછળના કારણ પર પ્રકાશ પાડતા પીએમએ કહ્યું કે અમે ખેડૂતોને ખાતરી આપી શક્યા નથી. ખેડૂતોનો એક વર્ગ જ કાયદાનો વિરોધ કરી રહ્યો છે પરંતુ અમે તેમને શિક્ષિત કરવાનો અને માહિતગાર કરવાનો પ્રયાસ કરતા રહ્યા પણ અમે આ ખેડૂતોને સમજાવી શક્યા નથી. આ સમય કોઈને દોષ આપવાનો નથી હું દરેકને કહેવા માંગુ છું કે અમે કૃષિ કાયદાઓને પાછો ખેંચી લીધો છે. અમે કૃષિ કાયદાને રદ કરી રહ્યા છીએ.

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....