Homeગુજરાતરાકેશ ટીકૈત : મોદી સરકાર વાતચીત કરવાનની વાતને લઇને ખોટું બોલે છે

રાકેશ ટીકૈત : મોદી સરકાર વાતચીત કરવાનની વાતને લઇને ખોટું બોલે છે

-

ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટીકૈતએ બુધવારે કહ્યું કે સરકાર મીડિયા સમક્ષ જૂઠું બોલી રહી છે, કે તે કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોના આંદોલનના મુદ્દે વાતચીત માટે તૈયાર છે. Rakesh Tikait slams pm Narendra Modi government for Three Farm laws

રાયપુરમાં એક પત્રકાર પરિષદને સંબોધતા રાકેશ ટીકૈતએ કહ્યું હતું કે, “સરકાર મીડિયા સામે જૂઠું બોલે છે, કે તે વાતચીત માટે તૈયાર છે પરંતુ ખેડૂતો નથી. તેઓ એક શરતી સંવાદ કરવા માંગે છે જેમાં ખેડૂતો ભાગ નહીં લે. તેમણે કહ્યું કે કૃષિ કાયદા પાછા ખેંચવામાં આવશે નહીં. આનો અર્થ એ છે કે તેઓએ કરારનો મુસદ્દો તૈયાર કરી લીધો છે અને ખેડૂતોએ ફક્ત તેના પર હસ્તાક્ષર કરવાના છે”જ્યારે મીડિયા સામે તેમની ટિપ્પણી વિશે પૂછવામાં આવ્યું ત્યારે રાકેશ ટીકૈતએ કહ્યું કે, મેં ગઈકાલે જે કહ્યું તે ખોટું અર્થઘટન કરવામાં આવ્યું હતું. મારો ખરેખર અર્થ હતો કે કેન્દ્રનું આગામી લક્ષ્ય મીડિયા હાઉસ છે. અમે ક્યારેય મીડિયા સામે કશું કહ્યું નથી. રાકેશ ટીકૈતએ મંગળવારે કહ્યું હતું કે,મીડિયા હાઉસ આગામી લક્ષ્ય હશે અને જો તેઓ ખેડૂતોના વિરોધને ટેકો નહીં આપે તો તેઓ ભોગ બનશે.

રાયપુર પહોંચ્યા પછી, ટિકાતે મીડિયા કર્મચારીઓને કહ્યું, ‘દરેક વ્યક્તિએ અમારી સાથે આવવું જોઈએ. આગામી લક્ષ્ય મીડિયા હાઉસ હશે. જો તમારે બચવું હોય તો અમારી સાથે જોડાઓ, નહીંતર તમને પણ તકલીફ પડશે. અમે છત્તીસગઢ ખેડૂતોના મુદ્દાઓ ઉઠાવીશું. દેશમાં સૌથી મોટી સમસ્યા હોયતો MSP ની છે, માટે અમે પણ આ મુદ્દો ઉઠાવીશું. શાકભાજી ઉગાડતા ખેડૂતોને વધુમાં વધુ કેવી રીતે ફાયદો થઈ શકે, તેમજ તેમના માટે કઈ નીતિઓ બનાવવાની જરૂર છે તે વિશે અમે ચર્ચાઓ કરીશું.

આ પહેલા પણ સોમવારે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં અનેક ખેડૂત સંગઠનો દ્વારા ‘ભારત બંધ’નું એલાન આપવામાં આવ્યું હતું. રાકેશ ટીકૈતએ ભારત બંધના એલાનને સફળ પણ ગણાવ્યું હતું, અને દાવો કર્યો હતો કે મોટી સંખ્યામાં સામન્ય નાગરિકો તેમજ ખેડૂતોએ ભારત બંધને ટેકો આપ્યો હતો. ગયા વર્ષે 26 નવેમ્બરથી ખેડૂતો વિવિધ સ્થળોએ ત્રણ કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે.

Must Read