Homeરાષ્ટ્રીયપીએમ પાસેથી ભેટ કે ભીખ નહીં પણ હક જોઈતા છે: રાકેશ ટિકૈત

પીએમ પાસેથી ભેટ કે ભીખ નહીં પણ હક જોઈતા છે: રાકેશ ટિકૈત

-

Farmers Protest and BKU Leader Rakesh Tikait: Looking for rights, not gifts or begging on Pm Modi Birthday: Gujarati National News.

  • Farmers Protest: રાકેશ ટિકૈતે કહ્યું – જન્મદિવસ પર પીએમ મોદી પાસેથી ભેટ કે ભીખ નહીં પણ હક જોઈએ છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Modi) જન્મદિવસની (Birthday) સાથે શુક્રવારે ત્રણ નવા કૃષિ કાયદાઓને (Farmers Law) પણ એક વર્ષ પૂર્ણ થયું છે. આ અંગે ભારતીય કિસાન યુનિયનના (BKU Leader) નેતા રાકેશ ટિકૈતે (Rakesh Tikait) કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે.

રાકેશ ટિકૈતે એમ પણ કહ્યું કે તેઓ તેમના જન્મદિવસ પર પીએમ મોદી પાસેથી કોઈ ભેટ કે ભીખ માંગતા નથી, માત્ર તેમનો હક ઈચ્છે છે. ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે, ‘સરકાર કહી રહી છે કે જો અમે 18 મહિના સુધી એ લોકો કાયદો અમલમાં નહીં મુકે તો હવે અમે બીજા 6 મહિના અંદોલન કરતા કરતા રાહ જોઈ લઈએ ક્યાં ઘરે પાછા જશું ને પાછા આવશું એના કરતા હજુ છ મહિના અહિયાં રાહ જોઈશું. ટિકૈતે વધુમાં દાવો કર્યો હતો કે ગામોમાં મંડીઓનું વેચાણ શરૂ થઈ ગયું છે અને એમએસપીની કોઈ ગેરંટી નથી અને ઘણું સસ્તું અનાજ વેચાઈ રહ્યું છે.

ટિકૈતે આગળ કહ્યું, ‘અમને પ્રધાનમંત્રી તરફથી અને ભેટ કે ભીખ નથી માંગતા. અમે જે લાયક છીએ તે અમને આપો ફક્ત અમારો અધિકાર અમને આપો. ટિકૈતે કહ્યું કે તેમના જન્મદિવસે પીએમ મોદીએ ઓછામાં ઓછા એ ખેડૂતોને યાદ કરવા જોઈએ જે ખેડૂતોના આંદોલન દરમિયાન શહીદ થયા હતા.

ખેડૂત નેતાએ આગળ પૂછ્યું કે જો આપણે કૃષિ કાયદાઓ માટે પીએમને જવાબદાર ન ઠેરવીએ તો શું સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને પકડવામાં આવશે? ટિકૈતે કહ્યું કે જેની પાસે સરકાર હશે તેને જવાબદાર ગણવામાં આવશે.

Must Read

ahmedabad crime branch arrested spy

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન જાસૂસની કરી ધરપકડ, પાક. કનેકશન ખુલ્યું

Gujarat Crime News : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) આજે મોટું ઓપરેશન પાર પાડ્યું છે. અમદાવાદના કોટ વિસ્તારમાંથી એક જાસૂસની...