આસિફ કાદરી (Rajula): કોરોના મહામારીને પહોંચી વળવા કોવિડ રસીકરણ જ એક ઉપાય છે. દેશમાં રસીકરણ બાબતે દીન-પ્રતિદિન લોકોમાં જાગૃતતા આવી રહી છે. ત્યારે કોરોનાના ત્રીજી લહેરની આગમચેતીના પગલા રૂપે રાજુલામા યાદવ યુવા ગૃપ,આહીર સમૂહ લગ્ન સમિતિ અને આહીર ફેમિલિ કલબ રાજુલાના સંયુક્ત ઉપક્રમે રસીકરણ કેમ્ય યોજવામાં આવ્યો હતો.
આ રસીકરણ કેમ્પમાં બહોળી સંખ્યામાં લોકોએ લાભ લઈ કેમ્પના અંતે ટોટલ ૬૭૫ લોકોને કોવિડ રસીથી રક્ષીત કરી કેમ્પને સફળતાપૂર્વક પૂર્ણ કરવામા આવેલ. આ કેમ્પને સફળ બનાવવા માટે ડૉ. જે.એમ.વાઘમશી, મંગાભાઈ કાતરીયા, રમેશભાઈ કાતરીયા, બળુભાઈ મકવાણા, લાલજીભાઇ જીંજાળા, પ્રકાશભાઈ બલદાણીયા, પ્રવિણભાઈ જીંજાળા અને હર્ષદભાઈ હડિયા સહિતના યુવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.
રાજુલા તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા અત્યાર સુધીમાં ટોટલ ૫૭૭૫૩ લોકોના પ્રથમ અને બીજા ડોઝના કોવિડ રસીકરણ દ્વારા સરાહનીય કામગીરી કરી છે. તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એન.વી.કલસરિયા અને સીનીયર મેડિકલ ઓફિસર ડૉ.વિનુભાઈ કલસરિયા દ્વારા કોરોના મહામારીને નાથવામા મહત્વપૂર્ણ ભાગ ભજવેલ છે.