Homeગુજરાતરાજુલા તાલુકા પ્રાથમિક શિક્ષક શરાફી સહકારી મંડળીની સાધારણ સભા યોજવામાં આવી

રાજુલા તાલુકા પ્રાથમિક શિક્ષક શરાફી સહકારી મંડળીની સાધારણ સભા યોજવામાં આવી

-

આસિફ કાદરી (રાજુલા) : આજરોજ રાજુલા (Rajula) કન્યાશાળા નંબર 1 માં રાજુલા તાલુકા (Rajula Taluka) પ્રાથમિક શિક્ષક શરાફી સહકારી મંડળીની 29મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવેલ કાર્યક્રમની શરૂઆત આમંત્રિત મહેમાનો ના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને આ કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવેલ.

આ તકે આમંત્રિત મહેમાનો ને પુષ્પ ગુચ્છ આપી ને તેમનું સ્વાગત સાથે સન્માન પણ કરવામાં આવેલું જેમાં આ કાર્યક્રમમાં આ સંસ્થાના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ ધાધલ ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ આ કાર્યક્રમમાં તાલુકા શિક્ષણ અધિકારી મણીબેન જે વય મર્યાદાના કારણે નિવૃત થતા

તેમજ હરેશભાઈ વાઢેર જેમને પ્રમોશન સાથે તેમની બદલી થતા તેમજ બાબરા થી નિમાયેલા હીનાબેન તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી જે આ તમામ લોકોનો સન્માનિત કરવા આવેલ.

ઉપરોક્ત કાર્યક્રમમાં આ સંસ્થામાં સભાસદ બનેલ શિક્ષક ના બાળકો ધોરણ 10 અને 12 માં અભ્યાસ કરતા અને ૮૦ ટકા ઉપર માર્ક્સ લઈને પાસ થયેલા વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા તેમજ ઉપરોક્ત કાર્યક્રમમાં આ મંડળી વિશે સભાસદ સાથે ચર્ચા વિચારણાઓ કરવામાં આવેલ કાર્યક્રમ અંતે પ્રમુખ સ્થાને ધર્મેન્દ્રભાઈ ધાધલ સર્વે નો આભાર વ્યક્ત કરેલ.

Must Read