Rajula bank of baroda social distance issue. Gujarati news @ Satyamanthan
આસીફ કાદરી (રાજુલા): રાજુલાની (Rajula) બેન્ક ઓફ બરોડાની (Bank of Baroda) શાખામાં ફરી એકવાર સોશ્યલ ડિસ્ટન્સના ઘજાગરા ઉડ્યા હતા. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનું માનવું છે કે જો આ જ પ્રકારે બેન્ક સામે તંત્ર મૌન રહેશે તો કોરોના વકરતા વધારે સમય નહીં લાગે.
ગ્રામજનોની ફરિયાદ છે કે તંત્ર દ્વારા સામાન્ય જનતાને કોરોનાની ગાઈડલાઈનના ભંગ બદલ દંડ ફટકારવામાં આવે છે. જ્યારે બેન્કમાં ગંભીર રીતે નિયમોનો ઉલાળીયો થાય છે તો ત્યાં તંત્ર મૌન કેમ જાળવે છે ?

રાજૂલાની બેન્ક ઓફ બરોડોની ઈમારત દેના બેન્ક હતી ત્યારે પુરતી હતી. પરંત જ્યારથી બેન્ક ઓફ બરોડા બની ગઈ ત્યારથી ગ્રાહકોની સંખ્યા સામે ઈમારત નાની પડી રહી છે. જે બાબતે પણ ઉચ્ચ કક્ષાએ બેઠેલા બેન્કના અધિકારીઓ એ ધ્યાને લેવી જોઈએ. આ બાબતે રાજુલાના ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે પણ અવાર નવાર ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરી છે. પરંતુ સત્તાધીશો તેનું કોઈ નિરાકરણ લાવી શક્યા નથી. માટે લોકમાં પ્રશ્ન છે કે શું કોઈ વ્યક્તિનો ભોગ લેવાય ત્યાર જ તંત્ર જાગી કાર્યવાહી કરશે ?
ઉપરોક્ત ઘટનાની જાણ રાજુલા પોલીસને થતા રાજુલા પોલીસ સ્ટેશનના પી.આઇ .ઝાલાએ તાબડતોબ પોલીસ સ્ટાફને ઘટના સ્થળે મોકલ્યો હતો.