36 C
Ahmedabad

Rajkot CP Raju Bhargava સાહેબ પોલીસ અને પત્રકારો હંમેશા આજની માફક સંવાદ પૂર્વક લેખન અને કાર્યવાહીના સાક્ષી બને તેવી શુભેચ્છાઓ: રાજકોટ

Published:

તુષાર બસિયા- Rajkot City News: આજરોજ તારીખ 8 જૂનના રોજ રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ Rajkot CP Raju Bhargava દ્વારા પત્રકારો સાથે શુભેચ્છા meeting with journalists મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મીડિયાને પત્રકારો માટે કરવામાં આવેલા આયોજનમાં કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા પત્રકારો સાથે સંવાદ કરવામાં આવ્યો હતો. જેમાં પત્રકારો અને પોલીસ વચ્ચે કાયદો અને વયસ્થા તેમજ પ્રજાલક્ષી બાબતો પર ચર્ચા થઈ હતી.

પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે આ આયોજનમાં પોલીસ દ્વારા પોલીસિંગ સિવાય કરવામાં આવતા કાર્યોની પણ માહિતી આપવા પ્રયાસ કર્યો હતો. સાથે જ તેઓએ જણાવ્યું હતુંકે શહેરના મહાજન સંઘ, ચેમ્બર ઓફ કોમર્સ સહિતના સંગઠનો સાથે મળી તેમની મુશ્કેલીઓ સમજી પોલીસ કાર્યવાહી તરફ આગળ વધશે.

સકારાત્મક અભિગમ સાથે યોજાયેલી બેઠકમાં સૌથી મોટી વાત એ રહી કે 100% કામની ગુલબાંગના બદલે કમિશનરે શક્ય એટલું શ્રેષ્ઠ કાર્ય કરવાનો વાયદો કર્યો હતો. જે બાબત સૂચવે છે કે નવનિયુક્ત પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ જમીન સાથે જોડાઈ વાસ્તવિકતાના આધારે આગળ વધશે.

પત્રકારો દ્વારા ઓનલાઈન જુગાર, ટ્રાફીક, લેન્ગ્રેબિંગ, દારૂ-જુગાર અને યુવાનોમાં ડ્રગનું દુષણ મામલે સવાલો કરવામાં આવ્યા હતા. પોલીસ કમિશનરે જવાબમાં શક્ય એટલી વાસ્તવિકતા સમજાવવા અને આગળની કડક રણનીતિ બાબતે સમજ આપી હતી.

સાથે જ અરજી પ્રથા બાબતે થયેલા સવાલના જવાબમાં કમિશરે યોગ્ય કાર્યવાહી શુનિશ્ચિત કરવાની ખાતરી આપી હતી.

પત્રકારો સાથે સંવાદ કરવાના સરાહનીય કાર્યક્રમને બિરદાવીએ છીએ. આશા છે કે, પોલીસ અને પત્રકારો વચ્ચે જ્યારે-જયારે ‘સત્ય’ હોય ત્યારે આ જ પ્રકારે સંવાદ સાથે પત્રકારોનું લેખન અને પોલીસની કાર્યવાહીઓ થતી રહેશે.

Related articles

Recent articles