Rajkot City News રાજકોટ : રાજકોટ શહેર પોલીસ દારૂ અને હથિયાર મામલે કડક વલણ અખત્યાર કરતી જોવા મળે છે. આજરોજ તારીખ 4 જૂનના રોજ રાજકોટ શહેરમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા દેશી દારૂના એક સાથે 14 અડ્ડાઓ પર દરોડા કરી 14 આરોપીઓ ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા 14 આરોપીઓમાં 7 મહિલા અને 7 પુરૂષનો સમાવેશ થાય છે. જેમાં આરોપીઓ પાસેથી દેશી દારૂની ભઠ્ઠી, દારૂનો આથો અને દેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે.
રાજકોટ શહેર પોલીસ અંગ્રેજી અને દેશી દારૂની બદ્દીને નાબુદ કરવા તરફ સરાહનીય કાર્ય કરતી જોવા મળી રહી છે. ત્યારે આજરોજ જાણે ક્રાઈમ બ્રાન્ચે દરોડા કરી આરોપી ઝડપી પાડી સપાટો બોલાવી દિધો હોય તેવી સ્થિતી જોવા મળી છે.
આરોપી પાસેથી પોલીસે 126 લીટર દેશી દારૂ, 600 લીટર દારૂ બનાવવા માટે વપરાતો આથો અને દેશી ધારૂ બનાવાની ભઠ્ઠી કબ્જે કરી છે. પોલીસે કરેલી કાર્યવાહી બાદ શહેરીજનોમાં આશા બંધાય છે કે આગામી દિવસોમાં મોટા કુખ્યાત દેશી દારૂના વેપારીઓ પણ કાયદાની ઝપટે ચડી જશે. સામાન્ય રીતે આટલી મેગા ડ્રાઈવ જેવી સ્થિતીમાં પોલીસની કાર્યવાહી ભાગ્યે જ થતી હોય લોકોમાં પોલીસ આવી જ કાર્યવાહી કરતી રહે તેવી આશા જોવા મળે છે.
આ સાથે જ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ, પેરોલ ફર્લો સ્ક્વોડ અને એસઓજી દ્વાર કરવામાં આવેલી આ કાર્યવાહીમાં બે હથિયાર લઈ ફરતા આરોપી પણ ઝડપી પાડવામાં આવ્યા છે. જેમાં પોલીસે છરી સાથે આરોપી નિલેષ હરેશભાઈ નારવાણી ઉંમર વર્ષ 29 રહે રેલનગર અને કનુભાઈ ટોપલણભાઈ ઉંમર વર્ષ 40 રેહ પરસાણાનગર શેરી નંબર 1 ને ઝડપી પાડ્યા હતા.

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચનો સપાટો એક દેશી દારૂ અને છરી લઈને ફરતા આરોપી ઝબ્બે Rajkot City News

જ્યારે દેશી દારૂ મામલે પોલીસે આરોપી પરસોત્તમ કરશનભાઈ રાઠોડ રહે થોરાળા, સાગર દિપક રાઠોડ રહે ભાવનગર રોડ આજીડેમ પાસે, ધીરૂ શીતલદાસ માઘેચા રહે. જંકશન પ્લોટ, ભાવેશ હરીભાઈ ચૌહાણ ઓડ રહે. ભવાની નગર શેરી નંબર 4, કમળાબેન રમેશભાઈ પરમાર રહે. આજીડેમ ચોકડી પાસે, તેજલબેન શનીભાઈ ઝાલા રહે. થોરાળા બાપાસીતારામ નગર, સુમનબેન દીનેશભાઈ ચુડાસમા રહે. કુબલીયાપરા રાજકોટ, સંગીતાબેન વિજભાઈ વાઘેલા રહે. કાલાવડ રોડ બૌધ્ધવિહાર સામે, શન્ની લક્ષ્મણભાઈ દલસાણીયા રહે. જંગલેશ્વર, મનસુખભાઈ બાબુભાઈ ચુડાસમા રહે. ઢેબર કોલોની પાસે નારાયણનગર, રામજી જગુભાઈ વાઘેલા રહે, સ્વાતિપાર્ક મેઈન રોડ, હસુબેન વિભાભાઈ દશાડીયા, રહે સોમનાથ ઈન્ડસ્ટ્રીયલ એરિયા, રંજનબેન રમેશભાઈ સનુરા, રહે જામનગર રોડ ઉમીયાધાર, રેખાબેન ભુપતભાઈ ચૌહાણ રહે. રૈયાધાર મફતિયા પરાને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.