35 C
Ahmedabad

ઉઘરાણી મામલે અપહરણ, ભક્તિનગર પોલીસે ગણતરીના સમયમાં ઝડપી લીધા આરોપી: રાજકોટ

Published:

Rajkot City News રાજકોટ : રાજકોટના કોમ્પ્યુટર રીપેરીંગનું કામ કરતા પટેલ યુવાનનું અપહરણ કરી દુબી રહેતા મિત્રની ઉઘરાણીના નાણાની માંગણી કરતા 4 આરોપીઓ પોલીસે દબોચી લીધા છે. પોલીસના જણાવ્યા અનુસાર પોલીસે ચેક આપવાના નામે ગોઠવેલી ટ્રેપમાં ફસાઈ જતા અહરણકાર આરોપીઓને ઝડપી લેવાયા છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર આરોપીઓ અપહરણ કરી ગોંડલ નજીક કોલીથડ ગામની વાડીમાં લઈ ગયા હતા. જ્યાં તેને ગોંધી રાખી માર મારી રૂપિયા અઢી કરોડના ચેક માટે મિત્રના ભાઈને ફોનમાં વાત કરાવી ચેક લખાવ્યા હતા.

રાજકોટના કોઠારીયા રોડ પર આવેલી અર્જૂન પાર્ક શેરી નંબર 1માં રહેતા અને કોમ્પ્યુટરના વ્યવસાય સાથ સંકળાયેલા ઉપેન્દ્ર પરસોત્તમભાઈ કરતબાનું કથિત રીતે અપહરણ કરી મારમારી રૂપિયાની ઉઘરાણીનો મામલો પોલીસ ચોપડે નોંધાયો છે. ભક્તિનગર પોલીસે ફરિયાદના આધારે ચાર આરોપીની ધરપકડ કરી છે.

અપહરણની ઘટનાના ગણતરીના સમયમાં ભક્તિનગર પોલીસે ઝડપી લીધા આરોપી Rajkot City News

ભક્તિનગર પોલીસે ધરપકડ કરેલા આરોપી

અશ્વિન ડાવરા
વિવેક રમેશ ડાવરા
કલ્પેશ વલ્લભ ડાવરા
ચિંતન ગોવિંદ કાંજીયા

પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદી મુળ મેંગણી ગામનો વતની છે અને કોમ્પ્યુટર રીપેરીંગનો વ્યવસાય કરે છે. થોડા વર્ષો પહેલા દુબઈ સ્થાયી થયેલા રાજકોટના હિરેન વલ્લભ ડાંગરીયા સાથે ભાગીદાર તરીકે વ્યવસાય કરતો હતો. હાલ હિરેન ડાંગરીયા દુબઈ ઈમ્પોર્ટ એક્સપોર્ટનો વ્યવસાય કરે છે. રાજકોટનો આરોપી રમેશ ડાવરા પણ એક્સોપોર્ટનો વ્યવસાય કરતો હોય તેની નાણાકીય લેવડ-દેવડ થતી હતી. હિરેને જૂના સબંધ અને મિત્રતાના દાવે ફરિયાદી ઉપેન્દ્રને પૈસાની લેવડ-દેવડનું કામ સોંપતો હતો. એવામાં એક વખત રમેશ પાસેથી મોટી રકમ લી તેને દુબઈ આંગડીયા મારફતે હિરેનને મોકલી હતી અને તે મામલે હિરેન સાથે રમેશને તકરાર થઈ હતી. જેને કારણે હિરેન વતી રકમ લઈ જતા ઉપેન્દ્ર પાસે આરોપી રમેશે રૂપિયા 25 લાખની લેણાની રકમ માટે દબાણ શરૂ કર્યું હતું.

બાદમાં આ દબાણ કરતા આરોપીએ કાવતરું રચી ઉપેન્દ્રને સાંજના સમયે મળવાના બહાને બોલાવી કારમાં અપહરણ કરી લેવાયું હતું. અપહરણ કરી આરોપીઓ ઉપેન્દ્રને કલ્પેશ ડાવરાની કોલીથડ ગામની વાડી ખાતે લઈ ગયા હતા. જ્યાં ઉપેન્દ્રને કથિત રીતે લોખંડના અને પ્લાસ્ટિકના પાઈપ વડે ફટકારવામાં પણ આવ્યો હતો. ઉપેન્દ્રને ગોંધી રાખી આરોપીએ ઉપેન્દ્રના પિતા પરસોત્તમભાઈ અને દુબઈ રહેતા હિરેના ભાઈ ભાવેશ ડાંગરીયાને ફોન કરી સ્પીકરમાં વાત કરાવી હતી. જેમાં બળજબરી પૂર્વક પૈસા માટે ધમકી આપી અને ઉપેન્દ્ર મારફતે ફોનમાં એઢી કરોડના ચેક લખાવ્યો હતો.

ઘટનાની જાણ થતા ભક્તિનગર પોલીસ સ્ટેશનના પી.આઈ. એલ.એલ. ચાવડા સહિતના સ્ટાફે ઉપેન્દ્રને મુક્ત કરાવવા માટે ટ્રેપ ગોઠવી હતી. આરોપીઓને ચેક લેવા માટે બોલાવી છટકું ગોઠવી અપહરણકારોને ઝડપી પાડવામાં આવ્યા હતા.હાલ પોલીસ આ મામલે ઉંડી તપાસ કરી રહી છે.

Related articles

Recent articles