Rajkot RMC Short Movie Competition: રાજકોટ મહાનગરપાલિકા (RMC) દ્વારા સ્વચ્છ ભારત મિશન (Swachh Bharat Mission) અંતર્ગત આગામી સ્વચ્છતા સર્વેક્ષણ 2022ને (Swachhta survey 2022) ઉપલક્ષે વિવિધ રેન્કિંગ સ્પર્ધાનું (Competition) આયોજન કરવામાં આવ્યું હતુ. 11 કેટેગરીમાં યોજાયેલી સ્પર્ધામાં શહેરના નાગરિકો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. જેમાં સ્વચ્છ શોર્ટ મુવી (Short Movie) સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ. જે અંતર્ગત રાજકોટના યુવાનો એ હોંશે હોંશે શાર્ટ મુવી બનાવી રજુ કરી હતી. જેને 12 જાન્યુઆરીના રોજ દ્વિતીય (2nd) રનર-અપ રેન્ક પ્રાપ્ત થયો હતો.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજીત સ્વચ્છ રાજકોટ શોર્ટ મુવી સ્પર્ધામાં ‘કલાદ્રિષ્ટી સ્ટુડીઓઝ’ દ્વારા ‘અંતઃ અસ્તિ પ્રારંભઃ’ નામની શોર્ટ મુવી રજુ કરાઈ હતી. આ શોર્ટ મુવી રાજકોટના યુવાનો દ્વારા બનાવવામાં આવી હતી. આ મુવી બનાવવા માટે ફિમેલ એક્ટ્રેસ તરીકે શીતલ પંડ્યા, ભૂમિ બાવરીયા અને શ્રેયા કાપડિયા એ ભૂમિકા અદા કરી હતી.
શોર્ટ મુવીના ડિરેક્ટર, સ્ટોરી રાઈટર તરીકે શુભમ રાઠોડ અને આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે જયપ્રકાશ જોશી એ કમાન સંભાળી હતી. તેમજ આદિત્ય શ્રીમાળી, જયપ્રકાશ જોશી, પાર્થ જોશી, શુભમ રાઠોડ, દિશાંત પ્રજાપતિ, પાર્થ સોહેલિયા અને અભિષેક ચાવડા એ ભૂમિકા ભજવી હતી. તેમજ ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કૈરવ ચાવડા અને દેવાંશી સિધ્ધપુરા એ ભૂમિકા ભજવી હતી.

અત્રે ઉલ્લેખનિય છે કે, આ શોર્ટ મુવી રાજકોટના યુવાનો દ્વારા માત્ર 3 જ દિવસમાં ટાંચા સાધનો સાથે બનાવવામાં આવી હતી. તેમજ હાલ આ યુવાનો દ્વારા ‘એક અભણ’ નામની યુટ્યુબ વીડિયો સીરીઝ પણ રીલીઝ કરવામાં આવનાર છે. રાજકોટના આ તરવરીયા યુવાનો દ્વારા KalaDrishti Studioz નામથી યુટ્યુબ ચેનલ પણ શરૂ કરવામાં આવી છે.