Rajkot News : રાજકોટમાં રોમિયોરાજ હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. રાત પડે અને રોમિયો જાગે છે અને રોડ પર આવીને બાઇક કે કાર પર જોખમી સ્ટંટ કરીને પોતાની સાથે અન્ય વાહનચાલકોના જીવ પણ જોખમમાં મૂકે છે. આવા રોમિયો દ્વારા મહિલાઓ સાથે છેડતી કરવાની ઘટનાઓ પણ સામે આવતી રહે છે.
આવી જ એક ઘટના રાજકોટના હુડકો ચોકડી નજીક બની હતી. જેમાં એક રોમિયોએ મહિલાની છેડતી કરતાં લોકોએ બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો Video Viral સોશિયલ મીડિયા (Social Media)માં વાયરલ થઇ રહ્યો છે.
વધુ વાંચો- ગીર સોમનાથમાં નિર્દયી રીતે ફેંકાયેલા ફુલ જેવા બાળકની જીવવાની જીદ સામે યમરાજે પણ હથીયાર મુક્યા હેઠા
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટના હુડકો ચોકડી નજીક એક રિક્ષામાં મહિલા સાથે મુસાફરી કરી રહેલા રોમિયોએ મહિલાનો મોબાઈલ નંબર માંગી છેડતી કરી હતી. આ કારણે ગુસ્સે ભરાયેલી મહિલાએ બૂમાબૂમ કરતાં રિક્ષાચાલકે રિક્ષા રોકી દીધી હતી અને આજુબાજુમાંથી લોકો એકત્રિત થઈ ગયા હતા.
રિક્ષામાં બેઠેલા રોમિયોને લોકોએ બહાર લાવવાની કોશિશ કરી હતી પણ તે બહાર નીકળતો ન હતો. બાદમાં એક યુવકે તેને કાંઠલો પકડીને બહાર કાઢ્યો હતો અને રોમિયોને ઉપરાઉપરી 20 તમાચા ઝીંક્યા હતા. લોકો પણ ગુસ્સે ભરાઈને રોમિયો પર તૂટી પડ્યા હતા.
રોમિયો આબરૂ જવાના ડરે ‘જવા દો, હવે આવું નહીં કરૂં’ તેવું કહેતા કરગરી પડ્યો હતો, પણ ગુસ્સે ભરાયેલા લોકો તારૂં ઘર ક્યાં છે, ચાલ તારા ઘરે લઈ જવો છે તેવું કહી રહ્યા હતા. પરંતુ રોમિયો ઘરે ખબર પડે તો ધજાગરા થવાના ડરથી પોતાના ઘર વિશે જણાવતો ન હતો, પણ લોકોના હાથનો મેથીપાક મળવાનો ચાલું રહેતા રોમિયોએ પોતાનું ઘર નજીકમાં રિધ્ધિ સિધ્ધિ સોસાયટીમાં આવેલું છે અને તે ત્યાં ભાડે રહે છે તેવું જણાવ્યું હતું.
જોકે બાદમાં રોમિયો ‘મને છોડી દો અથવા મારી નાખો’ તેવું કહીને આજીજી કરવા લાગ્યો હતો. કારણકે ઘરે ખબર પડે તો આબરૂના ધજાગરા થવાનો ડર લાગી રહ્યો હતો. જોકે આ અંગે હાલ કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.
