Homeગુજરાતરાજકોટરાજકોટના જળાશયમાં 3 શખ્સોએ જીપ ઘુસાડી સ્ટંટ કરી નિયમોનો કર્યો ઉલાળ્યો: વિડીયો...

રાજકોટના જળાશયમાં 3 શખ્સોએ જીપ ઘુસાડી સ્ટંટ કરી નિયમોનો કર્યો ઉલાળ્યો: વિડીયો વાયરલ

-

રાજકોટ : રાજકોટમાં છેલ્લા 2 દિવસથ મેઘરાજા મહેરબાન છે ત્યારે શહેરની આસપાસના નદી-નાળા અને જળાશયો પાણીથી ભરાયા છે. આવા સમયે ગંભીરતા પૂર્વક તંત્ર કામગીરી કરી ફસાયેલા લોકોને બચાવવા મહેનત કરી રહ્યું છે. તો બીજી તરફ કેટલાક યુવાનો અણસમજને કારણે પાણીમાં ફસાવાની કે ડુબવાની ઘટનાને નોતરું આપે છે. આવો જ એક સોશિયલ મિડીયા પર વાયરલ થઈ રહેલો વિડીયો Video હાલ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

મંગળવારે ભાર વરસાદના પગલે જળાશયો અને નિચાણવાળા વિસ્તારમાં લોકોને તંત્રએ એલર્ટ અને જરૂર પડ્યે રેસ્ક્યું પણ કર્યા હતા. ત્યારે તંત્ર દ્વારા સતત જળપ્રવાહ અને જળાશયોથી દૂર રહેવા સૂચના આપવામાં આવતી હતી. પરતું વાયરલ Viral થઈ રહેલા વિડીયો (Rajkot Video Viral Gujarati) શહેરની આસપાસના નદી-નાળા અને જળાશયો પાણીથી ભરાયા છે. આવા સમયે…)માં જોઈ શકાય છે કે, ત્રણ શખસે પોતાના કબજાની જીપ ડેમની અંદર બોનેટ ડૂબે ત્યાં સુધી પાણીમાં લઇ ગયા હતા. એક જીપ ચલાવતો હતો, જ્યારે અન્ય બે જીપમાં બંને સાઇડ ઊભા રહી હાકલા-પડકારા કરતા હતા. હાલ આ વીડિયો વાઇરલ થતાં ચકચાર મચી જવા પામ્યો છે.

આ યુવાનો જળાશયમાં અંદર સુધી જીપ લઈ જઈ સ્ટંટ કરતા હોય તેમ જણાય છે. સોશિયલ મિડીયાના જમાનામાં આવા વિડીયો બનાવી સીન જમાવવાની આ પહેલી ઘટના નથી. સદનસીબે યુવાનો સાથે કોઈ અઘટીત અકસ્માત નથી બન્યો પણ એવા કેટલાય કિસ્સા છે જેમાં સ્ટંટ કરવા ભાર પડ્યા હોય. ત્યારે વાલીઓએ પણ પોતાના બાળકોને આ બાબતે સજાગ બની સમજાવટ કરવી જોઈએ તેવી લોકમુખે ચર્ચા ચાલી રહી છે.

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....