Rajkot City News in Gujarati : રાજકોટમાં પોલીસ કમિશનર (Rajkot Police Commissioner) પર આક્ષેપ બાદ ક્રાઈમ બ્રાન્ચ (Crime Branch) પર આક્ષેપોનો મારો સામે આવી રહ્યો છે. જેમાં આજ રોજ વધુ એક જમીન પ્રકરણનો (Land Garbing Scam) આરોપ સામે આવ્યો છે. આ પ્રકરણમાં વાવડીની કિંમતી જમીન ભાજપના દિગ્ગજ નેતાઓ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની (Vijay Rupani) સહયોગથી બળજબરી પુર્વક પડાવ્યાનો આરોપ સામે આવ્યો છે.
રાજકોટ શહેરના વાવડી વિસ્તારમાં આવેલી સર્વે નંબર 56 ની જમીન મામલે આજે પ્લોટ હોલડરર્સ અને તેમના વકિલ મીડિયા સમક્ષ આવ્યા હતા. મીડિયાને તેમણે જણાવ્યું હતુ કે કરોડોની જમીન નવનાથ સુચીત સોસાયટીના વેચાણ બાદ ફરી તેને કાયદેસર કરવાનું કાવત્રુ કરવામાં આવ્યું છે. આ જમીનના પ્લોટ હોલડર્સને બળજબરી પુર્વક હટાવી જમીનને બિનખેતી કરવામાં આવી છે. જે બાબતે વર્ષ 2018માં ફરિયાદ પણ કરવામાં આવી છે. ઉપરાંત બે-બે વખત તો એન્ટી લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરવાની પણ તજવીજ કરાય છે.
Rajkot City land grabbing ના વધુ એક કાંડના આરોપ પૂર્વ મુખ્યમંત્રી સુધી પહોંચ્યા
આ મામલે ફરિયાદનું તંત્ર કે સરકાર દ્વારા કોઈ નિરાકરણ લાવવામાં આવેલ નથી તેવું ફરિયાદી પક્ષના વકિલે જણાવ્યું હતુ. એટલું જ નહીં પણ આ મામલે દાવા પણ ચાલુ હોવા છતાં બેફામ બનેલા નેતાઓ એ સ્થળ પર વૃંદાવન ગ્રીન સોસાયટી અને બિલેશ્વર હાઈટ્સના નામે બાંધકામ શરૂ કરી દિધા છે.
વકિલ દર્ષીત વ્યાસ દ્વારા આરોપ કરતા જણાવાયુ હતુ કે આ જમીન મામલે હિમ્મતલાલ દેસાઈ, ભાજપના નેતા નરેન્દ્ર સોલંકી અને રાજુભાઈ બોરીચા સંડોવાયેલા છે. તેમને આ કથિત કાંડમાં પૂર્વ મુખ્યમંત્રીના સહયોગ હોવાનો પણ ગંભીર આક્ષેપ કર્યો હતો.
રંગીલા રાજકોટમાં હવે કથિત જમીન કાંડ અને વસુલી કાંડ ના આરોપ ચરમસીમા પર પહોંચ્યા છે. ત્યાં સુધી કે આ ગંભીર આરોપમાં પૂર્વ મુખ્યમંત્રીનું પણ નામ લોકો ખુલ્લે આમ લેતા થયા છે. ત્યારે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી એ આળસ ખંખેરી રાજકોટના કથિત આરોપ અને કાંડ પર કાર્યવાહી કરવી જોઈએ.