Rajkot Updates News રાજકોટ : સફાઇના સાધનો ખરીદવા માટેની ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. રોજમદાર સફાઈ કામદારો માટે ડિઝલ મશીન, લોડિંગ સાયકલ અને સલામતીના સાધનોની ખરીદી માટે રૂ. ૫૦ હજાર સુધીની રાજય સરકારની સહાય [Safai Kamdar Sahay Yojana] આપવામાં આવશે.
આજરોત તારીખ 14 જૂનના રોજથી ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ, ગાંધીનગર [Gujarat Safai Kamdar Development Corporation] દ્વારા મુળ ગુજરાત રાજ્યના વતની હોય તેવા રોજમદાર સફાઈ કામદાર કે જેઓ મહાનગરપાલિકા, નગરપાલિકા, ગ્રામ પંચાયત વિસ્તારોમાં છૂટક રીતે ગટર સફાઈનું કામ કરતાં હોય તેવા સફાઈ કામદારોને વિવિધ સાધનોની ખરીદી કરવા માટે સહાય આપવામાં આવે છે. જે અન્વયે સફાઈ કામદારોને ડિઝલ મશીન ખરીદવા માટે રૂપિયા 25 હજાર લોડીંગ સાયકલ (ડિઝલ મશીનની હેરફેર) માટે રૂપિયા 15 હજાર અને પાઈપ તેમજ સલામતીના સાધનો (ગ્લોવ્ઝ/હોલ શુઝ) માટે રૂપિયા 10 હજાર સહિત રૂપિયા 50 હજાર સુધીની સહાય ચુકવવામાં આવે છે.
કેવી રીતે થશે ઓનલાઈન અરજી ? How Apply Gujarat Safai Kamdar Sahay Yojana ?

આ સહાયનો લાભ મેળવવા માટેની ઓનલાઈન અરજી પ્રક્રિયા તા. ૧૩ જૂનના રોજથી શરૂ થઈ ગઈ છે. અરજદારોએ https://gskvnonline.gujarat.gov.in વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. તા. 13 જુલાઈ સુધી અરજી સ્વીકારવામાં આવશે. અરજી કન્ફર્મ થયા બાદ અરજદારે અરજી ફોર્મની પ્રિન્ટ જરૂરી આધાર પુરાવા સહિત સંબંધિત જિલ્લા કચેરીને 20 જુલાઈ, 2022 સાંજના 06 વાગ્યા સુધી જમા કરાવવાની રહેશે.
Rajkot Updates News- રોજમદાર સફાઈ કામદારો માટે સહાય યોજનાની અરજી શરૂ
ઉલ્લેખનીય છે કે, અરજી કરનાર અરજદારની ઉંમર જાહેરાતની તારીખથી ૧૮ વર્ષથી ઓછી અને ૫૦ વર્ષથી હોવી જરૂરી છે. બી.પી.એલ અને વિકલાંગને પ્રાથમિકતા આપવામાં આવશે. જે સફાઈ કામદારો ગટર સફાઈનું છૂટક કામ કરતાં હોય તેમણે સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે. ડિઝલ મશીન અને લોડીંગ સાયકલની ખરીદી GST નંબર ધરાવતી અધિકૃત વેપારી પેઢી પાસેથી જ સાધનોની ખરીદી કરીને કોટેશન અને બીલ રજુ કરવાના રહેશે. અન્યથા અરજી ફોર્મ નામંજૂર કરવામાં આવશે. વધુ જાણકારી માટે નાયબ નિયામક અનુ.જાતિ કલ્યાણ કચેરી ૬/૧ બહુમાળી ભવન, રેસકોર્સ પાસે રાજકોટનો સંપર્ક સાધવાનો રહેશે.