Rajkot Updates News રાજકોટ : રાજકોટ મહાનગરપાલિકા (RMC)ની એસ્ટેટ અને ટી.પી. શાખા દ્વારા જી.ડી.સી.આર.ના નિયમોનુસાર શહેરમાં ખાનગી મિલકત પર હોર્ડીંગ બોર્ડ ઉભા કરવા મંજુરી આપવામાં આવે છે. શહેરમાં કેટલીક ખાનગી મિલકત/પ્લોટ પર રાજકોટ મહાનગરપાલિકાની મંજુરી વિના ગેરકાયદેસર રીતે હોર્ડીંગ બોર્ડ ઉભા કરવામાં આવેલ હોવાનું ધ્યાને આવેલ છે.
તાજેતરમાં વાવાઝોડામાં આ પ્રકારના બોર્ડ પડવાના બનાવ પણ બનવા પામેલ છે. આ કામે રાજકોટ મહાનગરપાલિકા (Rajkot Municipal Corporation) દ્વારા બે એજન્સીઓ (૧) ક્રિષ્ના કોમ્યુનીકેશન તથા (૨) જાનકી એડ.ને નોટીસ ઈસ્યુ કરવામાં આવેલ છે. વિશેષમાં આ પ્રકારના મંજુરી વગરના તમામ બોર્ડ દિન-૭માં ઉતારી લેવા આથી જાણ કરવામાં આવે છે.
આથી જાણ કરવામાં આવે છે કે કોઈ કિસ્સામાં ખાનગી મિલકત પર રાજકોટ મહાનગરપાલિકાની મંજુરી વિના ગેરકાયદેસર રીતે હોર્ડીંગ બોર્ડ ઉભા કરવામાં આવેલ હશે તો, જે-તે મિલકતના માલિક/ભાગીદાર/ઓનર્સ એસો.ના હોદ્દેદારો વિરૂધ્ધ તેમજ બોર્ડ ચલાવતી એજન્સી વિરૂધ્ધ જી.ડી.સી.આર.ના નિયમોના ભંગ બદલ પગલા લેવામાં આવશે અને પોલીસ ફરીયાદ દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. તેમજ વાવાઝોડા કે અતિવૃષ્ટીના કારણે કોઈ પણ બોર્ડ પડવાથી જાનમાલની નુકશાની થશે તો તેવા કિસ્સામાં જે-તે મિલકત માલિક/ભાગીદાર/ઓનર્સ એસો.ના હોદ્દેદારો તથા બોર્ડ ચલાવનાર એજન્સીની અંગત જવાબદારી રહેશે.
વધુ વાંચો- RMCના સ્વિમિંગ પુલ તેમજ રમત-ગમતની મેમ્બરશીપ માટે રજીસ્ટ્રેશન થશે શરૂ