Homeગુજરાતરાજકોટધો. 8 અને 10 પાસ માટે ITIમાં એડમિશન શરૂ, આટલા કોર્ષ કરી...

ધો. 8 અને 10 પાસ માટે ITIમાં એડમિશન શરૂ, આટલા કોર્ષ કરી શકાશે: રાજકોટ

-

Rajkot Updates News રાજકોટ : આજરોજ તારીખ 14 જૂનના રોજથી સરકાર ઔદ્યોગિક તાલીમ સંસ્થા, નાગેશ્વર મંદિર પાસે, જામનગર રોડ પર વિવિધ કોર્ષમાં પ્રમથમ રાઉન્ડની ફોર્મ ભરવાની અને સ્વિકારવાની શરૂઆત થઈ ગઈ છે. અખબારી યાદીમાં જણાવ્યું છે કે, પ્રવેશ મેળવવા ઈચ્છુક વિદ્યાર્થીઓએ જાહેર રજા સિવાયના દિવસોમાં સવારના 10થી સાંજના 5 વાગ્યા સુધીમાં સંસ્થાનો સંપર્ક કરી શકાશે.

રાજકોટ ITI (Rajkot ITI Admission Open) ની અખબારી યાદીમાં જણાવ્યા મુજબ આજરોજથી શરૂ થયેલી ફોર્મ ભરવાની પ્રક્રિયાની અંતિમ તારીખ 20 જૂન 2022 રહેશે.

Rajkot Updates News 8 અને 10 પાસ માટે ITIમાં એડમિશન શરૂ: રાજકોટ

rajkot iti admission open for std 8 and 10 pass students today

આ કોર્ષનો થઈ શકે છે અભ્યાસ

જેમાં કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ (COPA), વાયરમેન (WM), એટેન્ડન્ટ ઓપરેટર ઈન કેમીકલ પ્લાન્ટ (ADGP), મીકેનીક ડીઝલ (M.D.), ફિટર (FT), હેલ્થ સેનેટરી ઈન્સ્પેકટર (ST), ફિઝિયોથેરાપી ટેકનિશીયન,કોસ્મેટોલોજી, ડ્રેસ મેકિંગ વગેરે કોર્ષ કરાવવામાં આવશે.

કોર્ષ માટે જરૂરી લાયકાત

ઉપરોક્ત કોર્ષ માટે 8 પાસ- 10 પાસની લાયકાત જરૂરી હોય છે અને કોર્ષનો 1 થી 2 વર્ષનો સમયગાળો હોય છે. આ માટે ઓનલાઈન ફોર્મ https://itiadmission.gujarat.gov.in વેબસાઈટ પર ભરી શકાશે. અથવા આઇ.ટી.આઇ.ના હેલ્પ સેન્ટરની રૂબરૂ મુલાકાત લેવી. વધુ માહિતી માટે : 9824412088 અને 8128651388પર સંપર્ક કરી શકાશે. તેમ આચાર્ય, ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI)ની યાદીમાં જણાવાયું છે.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...