Homeગુજરાતરાજકોટઓફિસમાં દારૂની મહેફિલના વાયરલ વિડીયો મામલે રાજકોટ પોલીસની કડક કાર્યવાહી શરૂ

ઓફિસમાં દારૂની મહેફિલના વાયરલ વિડીયો મામલે રાજકોટ પોલીસની કડક કાર્યવાહી શરૂ

-

રાજકોટ સમાચાર : રાજ્યમાં બોટાદના કથિત કેમિકલ કે લઠ્ઠાકાંડ (Latthakand)બાદ દારૂ મામલે હંગામો મચી રહ્યો છે. ત્યારે રાજકોટમાં વિડીયો વાયરલ Viral Video થયો છે જેના કારણે લોકો રાજ્યમાં દારૂબંધી પર સવાલ કરતા થયા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે, કેટલાક લોકો એક ઓફિસમાં દારૂની મહેફિલ માણી રહ્યા છે.

રાજ્યમાં દારૂબંધીના અમલને લઈ સવાલો વચ્ચે રાજકોટનો એક વિડીયો વાયરલ થયો છે. આ વિડીયો Videoમાં કેટલાક લોકો દારૂની મહેફિલ માણતા-માણતા છાકટા બની નાચી રહ્યાં છે. હિંદી ફિલ્મના ગીત પર નાચી રહેલા કેટલાક શખ્સો વચ્ચે એક વૃધ્ધ પણ સોફા પર બેઠા હતા દરમિયાન યુવાનો તેમને પણ નચાવવા માટે પ્રયાસ કરતા જોય શકાય છે. સાઈડમાં પડેલા ટેબલ પર થોડા ગ્લાસ પડેલા છે જે કથિત રીતે દારૂના હોવાનું માનવામાં આવે છે.

રાજકોટમાં વાયરલ વિડીયો Viral Video Rajkot

પ્રાપ્ત વિગતો અનુસાર ગત બુધવારના રોજની આ ઘટના છે. જેમાં રાજકોટના એક ફાયનાન્સરની ઓફિસમાં થયેલી કથિત દારૂની મહેફિલ દરમિયાન બનેલો વિડીયો છે. વાયરલ થયેલા આ વિડીયોમાં મામલે રાજકોટ પોલીસ પણ કાર્યવાહી કરી રહી છે. આ મહેફિલમાં કોણ-કોણ હતું તે બાબતે શહેરની બી ડિવિઝન પોલીસના પી.આઈ. તપાસ કરી રહ્યાં છે.

આ મામલે ગત રોજ 28 જૂલાઈના રોજ પોલીસ કમિશનર રાજૂ ભાર્ગવે પણ મીડિયાને જણાવ્યું હતું કે, “આ વિડીયોમાં દેખાતા 6 લોકોને દબોચી લઈ તેમના સમક્ષ રજૂ કરાયા બાદ બી.ડિવિઝન પોલીસને સોંપી કાયદેસરની કડક કાર્યવાહી કરવા માટે આદેશો અપાયા છે. જ્યારે બાકીનાં 6થી 7 શખ્સોને ઝડપી લેવા તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઓફિસ પંકજ ચાવડા નામના શખ્સની છે.”

Must Read