Homeગુજરાતરાજકોટરંગીલા રાજકોટમાં લોકો પડી રહ્યાં છે ખાડામાં RMC જાગે છે કે કેમ...

રંગીલા રાજકોટમાં લોકો પડી રહ્યાં છે ખાડામાં RMC જાગે છે કે કેમ જનતાનો છે સવાલ

-

રાજકોટ : સૌરાષ્ટ્રનું પાટનગર અને રંગીલા રાજકોટને બિસ્માર માર્ગોનું ગ્રહણ લાગ્યું છે. વરસાદે દેખા દેતાની સાથે જ મહાનગરપાલિકાના પોકળ દાવા અને મજબૂત રોડના કામની પોલ ખુલી જવા પામી છે. વરસાદ મંદ પડી ગયા બાદ પણ કેટલાય રોડ પર મસમોટા ગાબડા પાણીથી ભરેલા છે. મહાનગરપાલિકાની ઢીલી નિતી અને કોન્ટ્રાક્ટરની ગુણવત્તાની સ્થિતીના કારણે આ ગાબડામાં રાહદારી વાહન ચાલકો પડી રહ્યાં હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે.

રાજકોટ મહાનગરપાલિકા RMC હેઠળના કોઠારીયા રોડના સ્વાતિ પાર્કનો એક વિડીયો શહેરીજનો વચ્ચે આવતા વાયરલ થયો છે. આ વાયરલ વિડીયો Viral Video રાજકોટ મહાનગરપાલિકાની ત્વરિત કામગીરીના પોકળ દાવાની ચાડી ખાતો હોય તેમ લાગે છે.

આ વિડીયોમાં જોઈ શકાય છે કે, રસ્તા પર મોટા ખાડમાં પાણી ભરેલું છે જેના કારણે રાહદારીઓ ખાડમાંથી પસાર થવા મજબૂર છે. પરંતુ જ્યારે આ ખાડો પાર કરવા માટે રાહદારી વાહન અંદર લઈ જાય કે તુરંત તે જોખમમાં આવી જાય છે. કારણ કે, આ પાણી ભરેલા ખાડો પસાર કરવામાં કેટલાય નાગરિકો પડી ગયા હતા. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા તે મહાનગરપાલિકાની નબળી કામગીરીનો પુરાવા તરીકે લોકો જોઈ રહ્યાં છે.

રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર અમિત અરોરાએ તાત્કાલીક રોડ પરના ખાડા બુરવાનું કામ શરૂ કરાવ્યું છે. આ કાર્ય સરાહનીય છે પણ છતાં હજૂ શહેરમાં કેટલાય સ્થળોએ ખાડામાં પાણી નહીં પણ પાણીમાં ખાડા હોય તેવી સ્થિતી યથાવત છે. જેના કારણે પસાર થતા વાહન ચાલકોને જીવના જોખમે રસ્તો પાર કરવો પડે છે. વળી કમિશનરે વરસાદ બાદ પડેલા ખાડા બુરવાની સૂચના આપી પણ ગુણવત્તામાં કથિત ગોટાળાની તપાસ કરી તાત્કાલીક આવા કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટેડ કરવાની કામગીરી કરે તેવી લોક માગણી ઉઠવા પામી છે.

સ્માર્ટ સિટી રાજકોટ હાલ જાણે ખાડાનગરી બન્યું હોય તેમ શહેરમાં ઠેર-ઠેર ‘ખાડાનું સામ્રાજ્ય’ જોવા મળી રહ્યું છે. જેમાં વોર્ડ નંબર 18માં આવેલા કોઠારીયા રોડ સ્વાતિ પાર્કનાં CCTV ફૂટેજ સામે આવ્યા છે. ગત તારીખ 11 જુલાઈનાં જ ભારે વરસાદ પડ્યો ત્યારના આ ફૂટેજ હોવાની માહિતી મળે છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક વાહન ચાલક પસાર થઈ રહ્યા છે. પાણીને કારણે રસ્તામાં પડેલો મોટો ખાડો નહીં દેખાતા આ વાહન ચાલક તેના એક્ટિવા સહિત કાદવમાં ખાબકે છે. જો કે સદનસીબે તેમને કોઈ ગંભીર ઇજા થઇ નહોતી. પરંતુ CCTV સામે આવતા તંત્રની પોલ છતી થઈ છે. ત્યારે જોવાનુ રહેશે કે તંત્ર આ મુદ્દે જનતાની આ ફરિયાદ સાંભળે છે કે પછી આંખ આડા કાન રાખે છે.

Rajkot Update News Viral Video

Must Read