Rajkot Update News : રાજકોટ : તા. ૧૮ જૂન – રાજય સરકારનાં બાગાયત વિભાગ દ્વારા ફળ અને શાકભાજી વેચતા નાના વિક્રેતાઓના ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા માટે નાના વેચાણકારોને વિનામુલ્યે છત્રી – શેડકવર આપવામાં આવે છે. જેના થકી વિક્રેતાઓનો માલ બગડે નહીં અને આર્થિક નુકશાન પણ નીવારી શકાય છે. ત્યારે આ યોજનાનો લાભ લેવા માગતા અરજદારોએ આઈ ખેડૂત પોર્ટલ I Khedut Portal પર તા. ૧૭ જૂન થી તા.૧૬ જૂલાઈ સુધી ઓનલાઈન અરજી કરી શકે છે.
જે અંગે અરજદારોએ અરજીની નકલ સાથે સાધનીક કાગળો જેવા કે, રેશનકાર્ડ (Ration Card), આધારકાર્ડ (Aadhar Card), અર્બન લાઇલીહૂડ મિશન દ્વારા અપાયેલ ફેરીયા ઓળખકાર્ડ (Vendor Identity Proof) વગેરેની નકલ સામેલ રાખી રૂબરૂ કે ટપાલથી નિયત સમય મર્યાદામાં નાયબ બાગાયત નિયામકની કચેરી, ૨/૩ જિલ્લા સેવાસદન -૩, સરકારી પ્રેસની બાજુમાં, રાજકોટ ખાતે મોકલી આપવાની રહેશે. તેમ જિલ્લા નાયબ બાગાયત નિયામક આર. કે. બોઘરાની યાદીમાં જણાવાયું છે.
Rajkot Update News- આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી રાજકુમાર કોલેજ ખાતે થશે
જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ રાજકુમાર કોલેજની મુલાકાત લઈને યોગ દિવસના આયોજન અંગે જરૂરી સુચનાઓ આપી

Rajkot News in Gujarati: રાજકોટ, તા. ૧૭ જૂન – ૨૧ જૂનનો દિવસ ‘માનવતા માટે યોગ’ થીમ પર આંતરરાષટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવનાર છે ત્યારે આંતરરાષટ્રીય યોગ દિવસની રાજકોટમાં જિલ્લા કક્ષાની ઉજવણી રાજકુમાર કોલેજ (Rajkumar Collage Rajkot) ખાતે કરવામાં આવનાર છે. જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુ (Rajkot Collector Arun Mahesh Babu)એ રાજકુમાર કોલેજની મુલાકાત લઈને યોગ દિવસના આયોજન અંગે જરૂરી સુચનાઓ આપી હતી.

કલેક્ટરની આ મુલાકાત દરમ્યાન જીલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, પ્રાંત અધિકારી એ.કે.ચૌધરી, જિલ્લા યુવા વિકાસ અધિકારી ડી.જે. વાધેલા, પ્રોટોકોલ મામલતદાર ઝાલા, પશ્ચિમ મામલતદાર જાનકી પટેલ, માર્ગ અને મકાન વિભાગના અધિકારી રાજેશ્વરી નાયર સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતાં.