Homeગુજરાતતેલીબિયાંના વાવેતર કરતા ખેડૂતો માટે તરઘડિયા કૃષી યુનિવર્સિટીનું માર્ગદર્શન: રાજકોટ

તેલીબિયાંના વાવેતર કરતા ખેડૂતો માટે તરઘડિયા કૃષી યુનિવર્સિટીનું માર્ગદર્શન: રાજકોટ

-

રાજકોટ : તા. ૧૮ જુલાઈ – તેલીબિયાંના વાવેતર અંગે વિવિધ પાકોનું ઉત્પાદન કરવામાં આવતું હોય ત્યારે જુદા જુદા વાવેતર મુજબ ખેડૂતોએ તેલીબિયાંના ઉત્પાદન અંગે ધ્યાનમાં રાખવાની બાબતો વિશે કૃષિ યુનિવર્સિટી તરઘડિયા દ્વારા માર્ગદર્શન પૂરું પાડતી વિગતો રજૂ કરવામાં આવી છે.

જે હેઠળ મગફળીનું ઉત્પાદન કરતા ખેડૂતોએ વરસાદના પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવી. મગફળી પીળી પડવાની સમસ્યાથી ઘેરાયેલા ધરતી પુત્રોએ વરસાદ પછી એમોનિયમ સલ્ફેટ અને મ્યુસેટ ઓફ પોટાશનો ૩૦ કિલોગ્રામ પ્રતિ હેક્ટર દીઠ છંટકાવ કરવો. આ ઉપરાંત હિરાકસી ૧૫૦ ગ્રામ અને લીંબુના ફૂલ ૧૫ ગ્રામ પંપમાં નાખીને એ મિશ્રણનો છંટકાવ કરવો. સામાન્ય રીતે મગફળીના વાવેતર વખતે પાનમાં ટપકાનો રોગ ફેલાતો હોય છે. ત્યારે તેમના નિવારણ અંગે ટેબ્યુકોનાઝોલ ૧૮.૩, ૧૦ મિલી પાણીમાં મિશ્ર કરી તેનો છટકાવ કરવો હિતાવહ રહેશે.

આ સિવાય વરસાદ વરસી ગયાના ૩૦-૪૦ દિવસ બાદ કપાસમાં રોગનો ઉપદ્રવ થવાની સંભાવના વધતા યુરિયા, એમોનિયમ સલ્ફેટ અને મ્યુરેટ ઓફ પોટાશ ૩૦ કિલોગ્રામ પ્રતિ હેક્ટર દીઠ ખાતર નાખવું. વરસાદને કારણે લાંબો સમય પાણી ભરેલા હોવાથી ફૂગનો રોગ પણ થતો હોય છે. જેના નિવારણ અંગે મેન્કોઝેબ ૨૭ ગ્રામ અને લીઅતા ૧૦ ગ્રામ પાણીમાં મિશ્ર કરી તે મિશ્રણનો છંટકાવ કરવાથી ફૂગ દૂર કરી શકાય છે.

Click Here For Read More Rajkot Update News

Must Read