36 C
Ahmedabad

નાપાસ વિદ્યાર્થીનું નહીં બગડે વર્ષ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મહત્વના નિર્ણયો

Published:

Rajkot Update News રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (Saurashtra University)દ્વારા આજરોજ તારીખ 20 જૂને કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. આ નિર્યણોને પગલે વિદ્યાર્થીઓને અભ્યાસમાં મોટી રાહત મળશે તેમ માનવામાં આવી રહ્યું છે. સૌથી મોટો લેવાયેલો નિર્ણય એ છે કે નાપાસ થયેલા વિદ્યાર્થીને હવે વર્ષ બગડશે નહીં. જ્યારે બીજો નિર્ણય લેવાયો છે કે, વિદ્યાર્થીઓને પ્રોવિઝનલ સર્ટિફિકેટ (Provisional Degree Certificate Free) માટે રૂપિયા ચૂકવવા પડશે નહીં.

ધોરણ 12ના પરિણામો આવતા કોલેજોમાં એડમીશન પ્રક્રિયાઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ગીરીશ ભિમાણી (Girish Bhimani) દ્વારા ગઈકાલે આચાર્યો સાથે એક બેઠક યોજવામાં આવી હતી. જેમાં મહત્વનો નિર્ણય લેવાયો હતો કે, હવેથી સેમેસ્ટરની પરીક્ષા વર્ષમાં 2 વખત યોજવામાં આવશે. ઉલ્લેખનીય છે કે જે પરીક્ષા વર્ષમાં એક વખત જ લેવામાં આવતી હતી. આ નિર્ણયને કારણે વિદ્યાર્થીઓ (Students)ને હવે પરીક્ષામાં નાપાસ થયા બાદ 6 મહીનાની અંદર જ પરીક્ષા આપવાનો મોકો મળી જશે.

Rajkot Update News- નિઃશૂલ્ક મળશે સર્ટિફિકેટ

સાથે જ આધાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત એક નિર્ણય પણ કરવામાં આવ્યો છે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પ્રોવિઝન ડિગ્રી સર્ટિફિકેટ માટે કોઈ ફી ચૂકવવી પડશે નહીં. ટૂંકમાં વિદ્યાર્થીઓને નિઃશૂલ્ક પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ આપવામાં આવશે. આ નિર્યણથી સીધીજ હજારો વિદ્યાર્થીઓને રાહત થશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પ્રોવિઝન ડિગ્રી સર્ટિફિકેટ મેળવવા માટે વિદ્યાર્થીઓને રૂપિયા 150 ફી ચૂકવવા પડતા હતા. પરંતુ આ નિર્ણય બાદ વિદ્યાર્થીઓને આ સર્ટિફિકેટ નિઃશૂલ્ક મળશે.

ત્રણ સેશનમાં લેવાશ પરીક્ષા

પરીક્ષા બાબતે અન્ય એક મોટો નિર્યણ પણ લેવામાં આવ્યો છે. જેમાં હવેથી તમામ પરીક્ષા ત્રણ સેશનમાં લેવામાં આવશે. ટૂંકમાં સવારની પાળીમાં સેમેસ્ટર 1, બપોરની પાળીમાં સેમેસ્ટર 3 ને સાંજની પાળીમાં સેમેસ્ટર 5ની પરીક્ષા લેવાશે.

લેટ ફીનો સવાલ જ નહીં આવે

વિદ્યાર્થીઓની પરીક્ષાના ફોર્મ અને ફી મામલે પણ રાહત મળે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં હવેથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેમેસ્ટરવાઈઝ વિદ્યાર્થીઓની ફી સાથે પરીક્ષા ફોર્મ પણ લેવામાં આવશે. જેના કારણે વિદ્યાર્થીઓને ફાયદો થશે. અગાઉ પરીક્ષાની તારીખના 15 દિવસ પહેલા જાહેર થતી અને કેટલાક વિદ્યાર્થીઓ મોડા પડતા તેમને લેટ ફી ભરવી પડતી હતી. પરંતુ હવે આ નિર્યણથી લેટ ફીનો સવાલ જ નહીં થાય કારણ કે, કોલેજ દ્વારા જ વિદ્યાર્થીઓના ફોર્મ સમયસર ભરવાના રહેશે.

Related articles

Recent articles