35 C
Ahmedabad

ધોળું એટલું દૂધ ન જાણવું ! 1400 લીટર ભેળસેળ યુક્ત દૂધ ઝડપી કાર્યવાહી કરતું RMC ફૂડ વિભાગ

Published:

Rajkot Update News રાજકોટ : રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સતત અખાદ્ય અને ભેળસેળ યુક્ત ખાદ્ય પદાર્થો ઝડપી પાડવા સેમ્પલ લઈ કાર્યવાહી કરવામાં આવતી હોય છે. એવામાં મહાનગરપાલિકાના ફૂડ વિભાગના અધિકારીઓને ભેળસેળ યુક્ત દૂધ (Mixed Milk)ના વેચાણની માહિતી મળી હતી. માહિતી મળતા બે દિવસ વૉચ ગોઠવી ફૂડ વિભાગે 1400 લીટર ભેળસેળ યુક્ત દૂધનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

આજરોજ તારીખ 22 જૂનના રોજ રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ (RMC Food Department)ની ટીમે 1400 લીટર ભેળસેળ યુક્ત દૂધનું કારસ્તાન ઝડપી પાડ્યું છે. ફૂડ વિભાગે શહેરના કોઠારીયા મેઈન રોડ પર આજી ડેમ પોલીસ સ્ટેશન નજીકથી એક બોલેરો વાહન નંબર GJ 10 TX 5961ને ઝડપી પાડ્યું હતું. વાહનમાં ભરેલા દૂધમાં ભેળસેળ હોવાની માહિતીના આધારે ફૂડ વિભાગ બે દિવસથી વૉચ રાખી રહ્યું હતું. બોલેરોમાં દૂધ ભરેલા બે ટાંકાની અંદરથી સેમ્પલ લઈ તપાસ કરવામાં આવતા દૂધમાં રહેલી ભેળસેળની ભેળસેળ ખુલી ગઈ હતી.

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના અમરાપર ગામ પાસેના ડોલા તળાવ નેસના રહીશ કારાભાઈ દેવાયતભાઈ મુછાળની પુછપરછમાં મહાનગરપાલિકાને માહિતી મળી કે, તેઓ છેલ્લા દોઢ મહિનાથી લોઠડા ગામમાં દૂધ સપ્લાઈ કરવાનું કામ કરે છે. બોલેરો વાહનની ટાંકીમાં 1400 લીટર દૂધમાંથી સેમ્પલ લઈ સ્થળ પર જ ફૂડ સેફ્ટી ઓન વ્હિલ્સ વાન થકી નમુનાની ચકાસણી કરતા દૂધના જથ્થામાં ભેળસેળ ખુલી ગઈ હતી. ભેળસેળ ખુલતા ફૂડ વિભાગના અધિકારીઓએ દૂધના જથ્થાને ડમ્પીંગ યાર્ડ ખાતે નાશ કરી દેવામાં આવ્યો હતો.

ભેળસેળ યુક્ત દૂધના જથ્થાના નમુના લઈ ફૂડ વિભાગે, ફૂ઼ડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં ડેઝિગ્નેટેડ ઓફિસર એ.એન. પંચાલ, ફૂડ સેફ્ટી ઓફિસર આર.આર. પરમાર, ફૂડ સેફ્ટી ઓફિસર કે.જે. સરવૈયા સહિતની ટીમ જોડાઈ હતી.

ઉલ્લેખનીય છે કે આ બાબતે ડેઝિગ્નેટેડ ઓફિસર એ.એન. પંચાલ સાથે ટેલિફોનીક વાત કરતા તેઓ જણાવે છે કે, આ પ્રકારના કેસમાં FSSIના કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવે છે. જો લીધેલા નમુનામાં ખાદ્ય પદાર્થની ભેળસેળ ખુલે તો 5 લાખ સુધીના દંડની જોગવાઈ છે પણ જો અખાદ્ય પદાર્થની ભેળસેળ કરવામાં આવી હોય તો 1 વર્ષની જેલ અને 5 લાખ સુધીના દંડની જોગવાઈ છે.

Related articles

Recent articles