Rajkot Update News : રાજકોટ :રાજકોટ મહાનગરપાલિકા RMCના ફૂડ વિભાગ [Food Safety]દ્વારા ખાધચીજ દિવેલનું ઘી (લૂઝ), ગાયનું ઘી (લૂઝ) તથા જીરું (લૂઝ) ના ત્રણ નમૂના તપાસ બાદ રિપોર્ટમાં સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ તેમજ કાળા મરી (આખા -લૂઝ) અને રાય (આખી -લૂઝ) નો નમૂનો તપાસ બાદ રિપોર્ટમાં અનસેફ ફૂડ [Unsafe Food] જાહેર થયેલ છે.
(૧) જય દ્વારકાધીશ નાસ્તા ગૃહ .-નાના મવા મેઇન રોડ, PGVCL ઓફિસ સામે, શાક માર્કેટ પાસે, કેવડાવાડી મેઇન રોડ, રાજકોટ મુકામેથી વિજયભાઈ મસરિભાઇ જોગલ પાસેથી લેવાયેલ ખાધચીજ – ગાયનું ઘી (લૂઝ) નો નમૂનો તપાસ બાદ રિપોર્ટમાં ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ) ની હાજરી મળી આવતા સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ.
(૨) ખોડિયાર પ્રોવિઝન સ્ટોર- મારુતિનંદન-૩, કોર્નર, વિશ્વેશ્વર મંદિર પાછળ, રાજકોટ મુકામેથી કુણાલ ભીમજીભાઇ વઘાસિયા પાસેથી લેવાયેલ ખાધચીજ – દિવેલનું ઘી (લૂઝ), નો નમૂનો તપાસ બાદ રિપોર્ટમાં ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ) ની હાજરી મળી આવતા સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ.
(૩) .સુગંધ એન્ટરપ્રાઇઝ- વરુણ ઇન્ડ. એરિયા-૩, માલધારી ફાટક પાસે, કોઠારીયા, રાજકોટ મુકામેથી નિલેષભાઈ છગનભાઇ અમૃતિયા પાસેથી લેવાયેલ ખાધચીજ – જીરું (લૂઝ), નો નમૂનો તપાસ બાદ રિપોર્ટમાં એક્સ્ટ્રાનીયસ મેટર વધુ તથા નોન વોલેટાઇલ ઇથર એક્સટ્રેક્ટ ઓછું હોવાથી સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ.
(૪) યમુનાજી મસાલા ભંડાર- જય ખોડિયાર મસાલા માર્કેટ, સ્ટર્લિંગ હોસ્પિટલ સામે, ૧૫૦’ રિંગ રોડ રાજકોટ મુકામેથી ચંદ્રકાંતભાઈ બાબુલાલ પાંધી પાસેથી લેવાયેલ ખાધચીજ – કાળા મરી (આખા -લૂઝ) નો નમૂનો તપાસ બાદ રિપોર્ટમાં મિનરલ ઓઇલની હાજરી મળી આવતા અનસેફ ફૂડ જાહેર થયેલ.
(૫) શ્રી રાઘવ ઇન્ડસ્ટ્રીઝ- શોપ નં. B-૬,૭, જૂના માર્કેટિંગ યાર્ડ, R.T.O. પાસે રાજકોટ મુકામેથી મૌલિનભાઇ હસમુખભાઇ કટારીયા પાસેથી લેવાયેલ ખાધચીજ – રાય (આખી -લૂઝ) નો નમૂનો તપાસ બાદ રિપોર્ટમાં સિન્થેટીક કલર -કાર્મોઝિન અને બ્લૂ કલર ની હાજરી મળી આવતા અનસેફ ફૂડ જાહેર થયેલ.
Rajkot Update News અખાદ્ય મરી-મસાલા અને ઘીના વેપારી રાજકોટ RMCની ઝપટે

• ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે રેલનગર-પોપટપરા ના વિસ્તારમાં નીચે દર્શાવેલ વિગતો મુજબ લાઇસન્સ બાબતે અવેરનેસ કામગીરી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૨૦ ફુડ બિઝનેસ ઓપરેટર ની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ તથા ૦૭ પેઢીને લાયસન્સ બાબતે નોટીસ આપેલ.
(૧)ભેરુનાથ આઇસક્રીમ -લાઇસન્સ બાબતે નોટિસ (૨)સાઉથ કા કમાલ -લાઇસન્સ બાબતે નોટિસ (૩)મોમાઇ ફરસાણ માર્ટ -લાઇસન્સ બાબતે નોટિસ (૪)દેવશ્રી પાણિપુરી -લાઇસન્સ બાબતે નોટિસ (૦૫)ભોલે પ્રોવિઝન સ્ટોર -લાઇસન્સ બાબતે નોટિસ (૦૬)શક્તિ પ્રોવિઝન સ્ટોર -લાઇસન્સ બાબતે નોટિસ (૦૭)હિંગળાજ પ્રોવિઝન સ્ટોર -લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ
તથા (૦૮)અડારો રેસ્ટોરન્ટ (૦૯)આશાપુરા પાન & કોલ્ડ્રિંક્સ (૧૦)નીલકંઠ એન્ટરપ્રાઇઝ (૧૧)અમુલ પાર્લર (૧૨)દીનદયાળ પ્રધાનમંત્રી જનઔષધિ સ્ટોર (૧૩)ઇશ્વરીયા સુપર માર્ટ (૧૪)ઈશ્વરીયા કોલ્ડ્રિંક્સ (૧૫)બાપા સીતારામ કોલ્ડ્રિંક્સ (૧૬)મઢૂલી મેડિકલ સ્ટોર (૧૭)નવરંગ ડેરી ફાર્મ (૧૮)શિવમ સાઉથ ઇંડિયન (૧૯)શિવશક્તિ લાઈવ પફ (૨૦)શિવાંશી સુપર માર્કેટની સ્થળ પર ચકાસણી કરેલ.

• નમુનાની કામગીરી –
રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાંથી ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 મુજબ ૦૨ નમૂના લેવામાં આવેલ :-
(૧) મિકસ દૂધ (લૂઝ): સ્થળ- પ્રભાત ડેરી ફાર્મ -મીરા પાર્ક, પેડક ચોક, પેડક રોડ, રાજકોટ.
(૨) મિકસ દૂધ (લૂઝ): સ્થળ- શ્રી રામ ડેરી ફાર્મ -સેટેલાઈટ ચોક પાસે, ભારતીય સ્કૂલ સામે, પેડક રોડ, રાજકોટ.