35 C
Ahmedabad

રાજકોટમાં અખાદ્ય ડ્રાયફ્રૂટનો નાશ અને દૂધ, મસાલા, ઘી અને બિસ્કિટના નમુના લેતું RMC ફૂડ વિભાગ

Published:

Rajkot Update News રાજકોટ : RMC (રાજકોટ મહાનગરપાલિકા)ના ફૂડ વિભાગ દ્વારા સતત શહેરમાં ખાદ્યચીજોની ચકાસણીની કરતી રહે છે. આજરોજ ફૂડ વિભાગે શહેરના રૈયા રોડ પર આવેલી કિરણ ડ્રાયફ્રૂટ્સ નામની પેઢીની તપાસ હાથ ધરી હતી. જ્યાં એક્સપાયરી થયેલો અને વાસી 2.5 કિલો ડ્રાયફ્રૂટ ચેવડો, 2.5 કિલો ચોકલેટ કાજુ, ચોકલેટ બદામ તેમજ 1 કિલો જેલી મળી આવી હતી. ફૂડ વિભાગે કુલ 6 કિલો વાસી અને અખાદ્ય ચીજોના જથ્થા સ્થળ પર જ નાશ કર્યો હતો. સાથે જ ફૂડ વિભાગના અધિકારીઓએ પેઢી સંચાલકને નોટિસ પણ આપી છે.

આજરોજ મહાનગરપાલિકાની હાઈટેક ફૂડ સેફ્ટી ઓન વ્હિલ્સ (Food Safety on wheels) વાનથી ચકાસણી હાથ ધરવામાં આવી હતી. ખાદ્ય ચીજ-વસ્તુના વેપારીઓને ત્યાં ચેકિંગ કરી અખાદ્ય ચીજનો નાશ તેમજ નોટીસ આપવામાં આવી હતી. જેમાં મવડી મેઈન રોડ અને બાપાસીતારામ ચોક ખાતે લાઈસન્સ અંગેની જાગૃતિ માટે ડ્રાઈવ પણ ચલાવાઈ હતી. ચકાસણી દરમિયાન 8 વેપારીઓને લાઈસન્સ મામલે નોટિસ આપવામાં આવી છે.

ઉપરાંત શહેરના માંડા ડુંગર, આજીડેમ ચોકડી તેમજ ભાવનગર રોડ વિસ્તારમાં પણ ચકાસણી કરવામાં આવી હતી. જેમાં દૂધ, મસાલા અને ઠંડાપીણાંના વેપારીઓને ત્યાંથી સેમ્પલ લેઈ સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.

આ વેપારીઓને નોટિસ આપવમાં આવી- Rajkot Update News

કાર્યવાહી દરમિયાન જોગામાયા કોલ્ડ્રીંક્સ, મોમાઈ હોટલ, બાપાસીતારામ દાળ પકવાન, હરભોલે કોલ્ડ્રીંક્સ, જય ખોડીયાર કોલ્ડ્રીંક્સ, જાનકી પાન પાન એન્ડ ટી સ્ટોલ અને શ્રી પાન એન્ડ કોલ્ડ્રિંક્સને નોટિસ ફટકારવામાં આવી હતી. જ્યારે ભાગ્યોદય અનાજ ભંડાર ગુંદાવાડીમાંથી વિદૂર ગાયનું ધી (પેકિંગ), અને જલારામ બેકર્સ, સિંધિ કોલોની મેઈન રોડ પરથી રાજભોગ કુકીઝ (લુઝ)ના સેમ્પલ લેવામાં આવ્યા છે.

Related articles

Recent articles