Homeગુજરાતરાજકોટરાજકોટ લોકમેળા-2022માં જાહેરાત અંગેના ટેન્ડરોની મુદતમાં વધારાઇ

રાજકોટ લોકમેળા-2022માં જાહેરાત અંગેના ટેન્ડરોની મુદતમાં વધારાઇ

-

રાજકોટ ન્યુઝ : તા.૫ ઓગષ્ટ- લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા રાજકોટ શહેરના રેસકોર્ષ ખાતે આગામી તા. ૧૭/૮/૨૨ થી તા.૨૧/૮/૨૨ સુધી યોજાનારા લોકમેળામાં જાહેરાત માટે જાહેરાતનું કામ સંભાળતી સંસ્થાઓ/ કંપનીઓ પાસેથી જાહેરાત આપી ટેન્ડરો મંગાવવામાં આવેલ હતા. જેમાં મુખ્ય સ્ટેજ, પ્રવેશદ્વાર-૪, મેળાની અંદર, ૨૦- લાઇટ અને સાઉન્ડ ટાવર તથા ૧૦- વોચ ટાવર સહિત સ્ક્રોલ જાહેરાત/વિઝયુઅલ જાહેરાત એલ.ઇ.ડી. સ્ક્રીન દ્વારાનો સમાવેશ થાય છે.

ઉપરોકત જાહેરાતમાં બહારગામની એજન્સીઓ ટેન્ડર ભરવાથી વંચિત ન રહે તે માટે આ જાહેરાતની મુદતમાં આગામી તા.૬ થી તા. ૮ ઓગષ્ટ સુધી વધારો કરવામાં આવેલ છે. આથી સબંધીત વ્યકતી/એજન્સી/પેઢીએ સીલબંધ કવરમાં ભાવો ભરીને તા. ૦૮/૦૮/૨૦૨૨ના ૧૮-૦૦ કલાક સુધીમાં અધ્યક્ષશ્રી લોકમેળા અમલીકરણ સમિતિ અને નાયબ કલેકટર રાજકોટ (શહેર-૧)ની કચેરી ખાતે પહોંચતા કરવાના રહેશે. તા. ૧૦/૦૮/૨૦૨૨ ના રોજ બપોરે ૧૨-૦૦ કલાકે આ ટેન્ડરો ખોલવામાં આવશે. જેની સંબંધકર્તાઓએ નોંધ લેવા નાયબ કલેકટર રાજકોટ (શહેર-૧)ની યાદીમાં જણાવાયું છે.

વધુ વાંચો- આ રીતે તૈયાર થતી હતી અમદાવાદમાં સ્કોચ દારૂ; PCBએ પકડ્યું કારસ્તાન

વધુ વાંચો- સોની વેપારીના અપહરણર્તા આરોપીને દિલધડક રીતે પકડી પાડતી રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...