Homeગુજરાતરાજકોટરાજકોટ સીટીના બપોરે ૧૨-૦૦ વાગ્યા સુધીના વરસાદના અહેવાલ

રાજકોટ સીટીના બપોરે ૧૨-૦૦ વાગ્યા સુધીના વરસાદના અહેવાલ

-

રાજકોટ શહેર : તા.૧૨/૦૭/૨૦૨૨ ના રોજ બપોરે ૧૨-૦૦ વાગ્યાથી તા.૧૩/૦૭/૨૦૨૨ બપોરે ૧૨-૦૦ વાગ્યા સુધી રાજકોટ શહેર (City)માં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૨૧.૬૬ મી.મી. (૦.૮૫ ઇંચ) જેટલો નોંધાયેલ છે. તેમજ હાલની સિઝનનો કુલ વરસાદ ૫૬૩.૦૦ મી.મી. (૨૨.૧૬ ઇંચ) જેટલો નોંધાયેલ છે.

રાજકોટ શહેર (Rajkot Update News)ના જુદા જુદા ઝોનમા તા.૧૨/૦૭/૨૦૨૨ ના રોજ બપોરે ૧૨-૦૦ વાગ્યાથી તા.૧૩/૦૭/૨૦૨૨ સવારના ૧૨-૦૦ વાગ્યા સુધી મોસમનો કુલ વરસાદ નીચે મુજબ નોંધાયેલ છે.

Rajkot City RMC Rain Update 13 July 2022
Source: Rajkot RMC

તા.૧૨/૦૭/૨૦૨૨ બપોરે ૧૨-૦૦ વાગ્યાથી તા.૧૩/૦૭/૨૦૨૨ સવારના ૧૨-૦૦ વાગ્યા સુધીનો વરસાદ (મી.મી.)

તા.૧૨/૦૭/૨૦૨૨ સવાર ૧૨-૦૦ વાગ્યા સુધીનો કુલ મોસમ વરસાદ (મી.મી.)

તા.૧૨/૦૭/૨૦૨૨ બપોરે ૧૨-૦૦ વાગ્યાથી તા.૧૩/૦૭/૨૦૨૨ બપોરે ૧૨-૦૦ વાગ્યા સુધી રાજકોટ શહેરમા નવા થોરાળા શીશુ મંદિર પાસે, શારદાનગર, ગીતા નગર, ગુજ.હાઉ.બોર્ડ પુનિતનગર, જામટાવર કલેકટર ઓફીસ પાસે, વિગેરેમા એમ જુદા જુદા વિસ્તારમા રસ્તા પર કુલ ૦૮ ઝાડ પડવા અંગેની  ફરીયાદ આવેલ છે. કિશાનપરા – ૫ તેમજ લુવાણા પરા, મોચીબજારમા તેમજ ધર્મેન્દ્ર રોડ  એક મકાનની દિવાલ પડેલ જે ફાયર બ્રિગેડ શાખાએ ઘટના સ્થળે જઇ મકાનમાં રહેલ માણસોને સલામત સ્થળે ખસેડેલ.   

આજીડેમમાં સૌની યોજના તથા વરસાદનું પાણી ૦૧ ફુટ જેટલુ આવેલ જે હાલની સપાટી- ૨૩ ફુટ થયેલ છે, ન્યારી ડેમ-૧ માં ૦૨.૧૪ ફુટ જેટલુ આવેલ જેમાં ૧૧૯.૨૯૮ MCFT પાણી અવેલ હાલની સપાટી- ૧૭.૦૬ ફુટ થયેલ છે  

ઘનશ્યામનગર ૦૩ માં વધારે પાણી ભરાતા ફાયર બ્રિગેડ દ્વારા હાઇકેપેસીટી પંપીંગ યુનિટ મુકી સકશન કરી કામ્ગીરી કરવામાં આવેલ

ચાલુ વરસાદના સમયે તંત્ર દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમા ત્વરીત કામગીરી કરી સમયસર પાણીનો નિકાલની કાર્યવાહી કરવામાં આવે છે. તેમજ નાગરીકોની સલામતિ માટે ૪ (ચાર) અન્ડરપાસ (૧) લક્ષ્મીનગર અન્ડરપાસ (૨) મહિલા કોલેજ અન્ડરપાસમાં ઝોનલ ઓફિસ દ્વારા વધારાના ડી વોટરીંગ પંપો મુકી ત્તત્કાલીએક ચાલુ કરેલ  (૩) રેલનગર અન્ડરપાસમાં ઝોનલ ઓફિસ દ્વારા ૦૬ પંપ અને ફાયર બ્રિગેડ નો હાઇકેપેસીટી પંપો મુકી કામ્ગીરી કરવમાં આવેલ (૪) આમ્રપાલી અન્ડરપાસ) સંપુર્ણ રીતે કાર્યરત છે.

ચાલુ વરસાદ સમયે તંત્ર દ્વારા વેસ્ટ ઝોનમાં અક્ષર માર્ગ અજંતા પાર્ક મીરા નગર મેઇન રોડ ઠાકર હોટલ ચોક ભીમનગર ચોક સિલ્વર ગોલ્ડ રેસીડીન્સી ચોક વગડ ચોક કટારીયા ચોકડી શિવ સાગર રોડ ગોપાલ પાર્ક રોડ આ તમામ એરીયામા ૩૫૮ ચોરસ મીટર એરીયામા મોરમ/મેટલ પેચ કરવામાં આવેલ છે.

ચાલુ વરસાદ સમયે તંત્ર દ્વારા ઇસ્ટ ઝોનમાં રાજલક્ષ્મી નાલા પાસે, ગ્રીન લેન્ડ ચોકડી આડો પેડક રોડ, લાલપરી કુવાડવા રોડ, કોઠારીયા મેઇન રોડ શિવભવાની ચેકથી સાંઇ બાબા રોડ રીધ્ધિ સિધ્ધી કોઠારીયા ચોકડી સાંઇ બાબા સર્કલ આ તમામ એરીયામા ૫૭૫ ચોરસ મીટર એરીયામા મોરમ/મેટલ પેચ કરવામાં આવેલ છે.

Rajkot City RMC Rain Update 2022
Source: Rajkot RMC

Must Read