Rajkot Update News રાજકોટ : રાજ્યમાં પેટ્રોલની અછતની ચર્ચાઓ જોર પકડતા કંપનીઓ દ્વારા આ વાતને અફવા ગણાવવામાં આવી રહી છે. ત્યારે જમીન પર વાસ્તવિકતા કંઈક જૂદી હોય તેમ જણાય છે. રાજ્યના વિવિધ સ્થળો પર કેટલાક પેટ્રોલ પંપ [Petrol Pump]માં પેટ્રોલ નહીં હોવાના અહેવાલો મીડિયા મારફતે સામે આવ્યા છે.
ત્યારે રાજકોટના રૈયા ચોકડી પાસે આવેલા નાયારાના પેટ્રોલ પંપ પર પણ પેટ્રોલ [Petrol] નહીં હોવાથી પંપ બંધ જોવા મળી રહ્યો છે. ગતરોજ એક મીડિયા મારફતે આ પેટ્રોલ પંપ [Fuel Station] સંચાલકે જણાવ્યું હતું કે, કંપની જાહેરમાં કંઈક બીજું બોલે છે અને અમને સંચાલકોને કંઈક બીજું કહે છે. કંપની તરફથી ભાવના વધારા બાદ પણ સરકારે આપેલી રાહતને કારણે પેટ્રોલ પુરતું નથી આપવામાં આવતું. આ સંચાલકે તો એવું પણ કિધું હતું કે કંપની કહે છે કે ચૂંટણી સુધી આવી જ સ્થિતી રહેશે.
અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલા HPના પેટ્રોલ પંપ પર પેટ્રોલની અછત હોવાની વાત સામે આવી હતી. જેના કારણે વાહનચાલકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. વીટીવી ન્યૂઝ વેબસાઈટે પ્રસિધ્ધ કરેલા અહેવાલ મુજબ પેટ્રોલ પંપ સંચાલકોએ જણાવ્યું હતું કે, રાજ્યમાં 20 ટકા જેટલો પુરવઠો ઓછો આવી રહ્યો છે જેને કારણે અછર સર્જાઈ છે. આ પ્રકારના જ અહેવાલો સુરત, આણંદ, પાલનપુરના વિસ્તારોમાં પણ હોવાના અહેવાલો મળી રહ્યાં છે
પેટ્રોલની અછત અફવા છે કે હકિકત ? – Rajkot Update News
અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા પેટ્રોલ પંપમાં પણ પેટ્રોલનો જથ્થો ખૂટી ગયો હોવાની માહિતી મળી હતી. આંબલી ખાતે આવેલા HPના પેટ્રોલ પંપ પર પેટ્રોલ નહીં હોવાના અહેવાલ વીટીવી ન્યૂઝે પ્રસિધ્ધ કર્યા છે. જેમાં જણાવાયું છે કે, છેલ્લા ત્રણ દિવસતી પેટ્રોલનો જથ્થો આવી રહ્યો નથી.
આવું રાજ્યના અનેક સ્થળો પર થયું હોવાના વિવિધ ન્યૂઝ મીડિયાના અહેવાલો મારફતે સામે આવ્યું છે. સાથે જ રાજ્યના ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ પણ પેટ્રોલ-ડીઝલની અછતને લઈ નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘રાજ્યમાં પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ છે.’ ત્યારે સવાલ એ પેદા થાય છે કે કંપની આ વાતને અફવા જણાવતા અને અછત નહીં હોવાની વાત કરે છે પંરતુ જમીન પરની વાસ્તવિકતા કેમ અલગ જોવા મળે છે ?