રાજકોટ : કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI દ્વારા આજરોજ સાયકલ યાત્રા કરી રાજકોટમાં આડેધડ ટ્રાફિક પોલીસે આપેલા ઈ-મેમોનો વિરોધ કર્યો હતો. આ કાર્યક્રમને ‘બોજમુક્ત રાજકોટ’ નામ આપી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપ સરકારે ચૂંટણી ફંડ એકઠું કરવા માટે આ કાર્ય કરાવ્યાનો આક્ષેપ પણ NSUIના રોહિતસિંહ રાજપૂત દ્વારા લગાવવામાં આવ્યો હતો. રોહિતસિંહ અને કેટલાક કાર્યકરોએ સાયકલ કરેલી કરી રાજકોટમાં ઈ-મેમો વિવાદ પર મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને આ મામલે ધ્યાન ખેંચવા પ્રયાસ કર્યો હતો.
રાજકોટમાં આજરોજ NSUIના રોહિતસિંહ રાજપૂતે કાર્યકરો સાથે અમિન માર્ગથી કલેકટર કચેરી બોજમુક્ત રાજકોટ નામની સાયકલ યાત્રા યોજી હતી. જેમાં સાયકલ પર કરોડોના ‘ઇ-મેમાથી રાજકોટની જનતા ત્રસ્ત.. પોલીસતંત્ર ભાજપનું ચૂંટણીફંડ એકત્રમાં મસ્ત..’ જેવા વિવિધ સુત્રોચાર અને પ્લેકાર્ડ સાથે કાર્યકરો જોડાયા હતા. રોહિતસિંહે જણાવ્યું છે કે, રાજકોટમાં સ્વચ્છતા અને ગેરકાનૂની પ્રવૃત્તિ અટકાવવા કેમેરા લગાવાયા છે. પરંતુ પોલીસતંત્ર કાયદાની કલમોનું ખોટું અર્થઘટન કરી દરરોજ લાખોની રકમના મેમો ઈશ્યુ કરે છે. પાંચ વર્ષમાં અંદાજે રૂપિયા 170 કરોડના દંડ ફટાકારાયા છે જેમાં 25 કરોડ જેવી રકમ લોકએ ચૂકવી પણ દીધી છે.

ત્યારે નવાઈની વાત છે કે આ ઈ-મેમો સ્વૈછિક રીતે દંડ ભરનારમાટે ટ્રાફિક વાયોલેશન નોટીસ હોય છે પણ જો ન ભરવો હોય તો કોર્ટમાં જવાનો અધિકાર મળે છે. પણ પોલીસ તંત્ર તો ખાનગી એજન્ટોની માફખ રસ્તા પર પકડી-પકડીને અને ઘરે-ઘરે જઈ દંડી ઉઘરાણી કરે છે. જે ગેરબંધારણીય છે. ઉપરાંત હવે તો લોકોને મેસેજ કરીને ઈ-મેમો ભરો નહીં તો અમે કોર્ટમાં કેસ કરીશું તેમ જણાવી શહેરની ગરીબ અને મધ્યમ વર્ગની પ્રજાને ભયમાં મુકી રહ્યાં છે.
રોહિતસિંહે જણાવ્યું કે હાલ મોંઘવારીમાં માણસોને ગુજરાન ચલાવવા મુશ્કેલ છે અને પોલીસ 500થી 2500 સુધીના ઈ-મેમો પકડાવે છે. ત્યારે મોટા ઉદ્યોગપતિને સરકાર દેવા માફ કરી દેતી હોય તો સામાન્ય પ્રજાના ઈ-મેમો કેમ માફ ન થઈ શકે. સાથે જ રાજકોટની જનતામાં લગભગ દરેક લોકો કે જેમની પાસે વાહન છે તેમને ઈ-મેમો મળ્યો હોય તેવી હાલત છે. આમ તેમણે માગણી કરી હતી કે ઈ-મેમો માફ કરી જનતાને રાહત આપવામાં આવે. આ કાર્યક્રમમાં જોડાયેલા કાર્યકરો અને આગેવાનોની પોલીસ દ્વારા અટક કરી લેવામાં આવી હતી.
NSUIના શહેર પ્રમુખ રોહિતસિંહ રાજપૂતની આગેવાનીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં અભિરાજ તલાટીયા, મોહિલ ડવ, મીત બાવરીયા, સાર્થક રાઠોડ, જીતુ સોની, યશ ભીંડોરા, શ્યામ ડાંગર અને વિજય સોલંકી સહિતના કાર્યકરો જોડાયા હતા.
વધુ વાંચો- World Urban Forum 11માં ભાગ લેવા પોલેન્ડ જવા રવાના થયા રાજકોટના મેયર ડૉ. પ્રદિપ ડવ