Homeગુજરાતરાજકોટઆ આક્ષેપ સાથે પોલીસ કમિશનર કચેરી ખાતે ફિનાઈલ પી યુવકનો આત્મહત્યાનો પ્રયાસ:...

આ આક્ષેપ સાથે પોલીસ કમિશનર કચેરી ખાતે ફિનાઈલ પી યુવકનો આત્મહત્યાનો પ્રયાસ: રાજકોટ

-

રાજકોટ : રાજકોટ શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે એક યુવકે ફિનાઈલ પી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ કમિશનર કચેરી પર હાજર કર્મચારીઓએ તુરંત યુવકને અટકાવી સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. યુવકનો આક્ષેપ હતો કે કથિત રીતે તાલુકા પોલીસ વારંવાર બોલાવી ત્રાસ ગુજારી રહી હતી.

આજરોજ તારીખ 23 જૂનના રોજ રાજકોટ શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે પિયુષ રાઠોડ નામના યુવકે ફિનાઈલ પી આત્મહત્યા કરવા પ્રયાસ કર્યો હતો. યુવકે મિડીયાને જણાવ્યા અનુસાર, યુવકે પ્રેમ લગ્ન કર્યા છે અને તેની પત્ની ગર્ભવતી છે. પંરતુ તાલુકા પોલીસ તેને વારંવાર બોલાવી પતિ-પત્નીને પરેશાન કરી રહી હતી. જેના કારણે તેણે આ પગલું ભર્યુ છે. યુવકે વધુ આક્ષેપ કરતા જણાવ્યું કે અગાઉ પણ તેને પોલીસે અનેક વાર માર માર્યો હતો અને તેને કારણે તે પરેશાન થઈ રહ્યો હતો.

પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચી જીવન ટૂંકાવવા પ્રયાસ કરતા યુવકને હાજર પોલીસ સ્ટાફે અટકાવ્યો હતો. ત્યાં સુધીમાં યુવકે ફિનાઈન પી લેધેલું હોય પોલીસે તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. સુત્રો આ મામલે ઉંડી તપાસ કરી ચોક્કસ કારણ જાણવા માટેની કાર્યવાહી ચાલી રહી હોવાનું જણાવે છે.

વધુ વાંચો- જામનગર જિલ્લામાં જૂગાર પર પોલીસનો સપાટો 5 મહિલા સહિત 19 ઝબ્બે

વધુ વાંચો- શંકાસ્પદ બે બોટ ઝડપી પાડતું ભારતીય કોસ્ટગાર્ડ અને NCB: પોરબંદર

Must Read