Rajkot Update News રાજકોટ : શહેરમાં અલગ અગલ માર્ગો પરથી દબાણરૂપ એવા 27 ટી સ્ટોલ અને ટેબલ તથા અન્ય ચીજવસ્તુઓ જપ્ત: રૂ. 8000 વહીવટી ચાર્જની વસુલાત
આજરોજ તારીખ 13 ના રોજ રાજકોટ મહાનગરપાલિકા RMCની દબાણ હટાવ શાખા દ્વારા અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા વિવિધ સ્થળો પરથી દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. તારીખ 10 અને તારીખ 12 દરમિયાન જાહેર માર્ગો પરથી ચાના સ્ટોલ તેમજ ટેબલના દબાણ હટાવ્યાનું RMC અખબારી યાદીમાં જણવાયું છે.
રાજકોટ RMCની કામગીરી ટી સ્ટોલ અને ટેબલ જેવા દબાણો કર્યા દૂર Rajkot Update News

રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખાએ કુલ 27 દબાણો હટાવ્યા છે. જેમાં ચાના સ્ટોલ અને અન્ય પ્રકારના દબાણ સામેલ છે. યાજ્ઞિક રોડ, રેલનગર, જામનગર રોડ, જંકશન રોડ, જ્યુબેલી માર્કેટ, ગાયકવાડ રોડ, પોસ્ટ ઓફિસ રોડ,150 રીંગ રોડ, પાસેથી જપ્ત કરવામાં આવ્યા હતો અને વહીવટી ચાર્જ રૂ. 8000 જામનગર રોડ, નાના મૌવા રોડ વિસ્તારમાંથી વસુલ કરવામા આવ્યો હતો.
