36 C
Ahmedabad

ગેસ કનેક્શન, રેગ્યુલેટર, સિક્યોરિટી ડિપોઝીટ કરાવશે મોંઘાવારીનો અહેસાસ

Published:

Rajkot Update News અમદાવાદ : દેશમાં કમ્મરતોડ મોંઘવારીથી લોકો પરેશાન થઈ રહ્યાં છે. ઘરવપરાશ અને રોજીંદા ઉપયોગમાં લેવાતી લગભગ દરેક વસ્તુ, ખાદ્યચીજો ઉપરાંત રાંઘણ ગેસ [LPG]ના ભાવમાં પણ વધારો નોંધાયો છે. ત્યારે હવે ગેસ બોટલ બાદ નવા કનેક્શન લેવા પણ મોંઘા થશે.

આજરોજ ગરીબ અને મઘ્યમ વર્ગને ઝાટકો લાગે તેવા સમાચાર મળી રહ્યાં છે. કારણ કે પેટ્રોલિયમ કંપનીઓ દ્વારા રાંઘણ ગેસના નવા કનેક્શન મેળવવા માટેની કિંમતમાં વધારો ઝિંકવાનો નિર્ણય કર્યો છે. અગાઉ જે ગેસ કનેક્શન [LPG Gas Connection] માટે ગ્રાહકો રૂપિયા 1450 ચૂકવતા હતા તે જ ગેસ કનેક્શન મેળવવા રૂપિયા 2200 ચૂકવવા પડશે. આમ રૂપિયા 750નો વધારો થવાને પગલે કુલ મળીને જનતાના ખીસ્સા પર વધારે બોઝ પડશે.

રાંઘણ ગેસ ઘરે-ઘરે પહોંચતા કરવા માટે સરકારે યોજના ચલાવ્યા બાદ ગેસના ભાવ વધારો કર્યો છે. હવે એજ ગેસ કનેક્શન લેવા માટે રૂપિયા 750નો ભાવ વધારો [Price Hike] પેટ્રોલિયમ કંપની દ્વારા થયો છે. ત્યારે નાગરિકોને પ્રતિ બોટલ કનેક્શન રૂપિયા 750 આપવા પડશે. માટે જો બે બોટલના કનેક્શન લેવા ઈચ્છતા ગ્રાહકોને રૂપિયા 1500 વધારે ચૂકવવાના રહેશે. રૂપિયા 2900થી સિક્યોરિટી ડિપોઝીટ વધારીને 4400 રૂપિયા થશે. આ ભાવ વધારો આવતીકાલ એટલે કે 16 જૂનના રોજથી જ લાગૂ પડવા જઈ રહ્યો છે.

Rajkot Update News ગેસ કનેક્શન કરાવશે મોંઘાવારીનો અહેસાસ

ગેસ કનેક્શન બાદ ગેસ બોટલને ઉપયોગમાં લેવા વપરાતા રેગ્યુલેટર પણ મોંઘા થયા છે. અગાઉ 150 રૂપિયામાં મળતા રેગ્યુલેટર માટે રૂપિયા 250 ખર્ચ કરવા પડશે. તો બીજી તરફ નાની બોટલ ખરીદતા ગ્રાહકોને પણ સિક્યોરિટી ડીપોઝીટનો વધારો ચૂકવવા પડશે.ઈંડિયન ઓયલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ તરફથી આપવામાં આવેલી જાણકારીમાં કહેવાયુ છે કે, 5 કિલોના બોટલની સિક્યોરિટી હવે 800 રૂપિયાની જગ્યાએ 1150 રૂપિયા કરી દેવામાં આવી છે.

પ્રધાનમંત્રી મોદીની ઉજ્જવલા યોજના પણ આ નવા દર લાગુ પડતા અસરગ્રસ્ત થશે. તેમજ ગ્રાહકોને ગેસ બોટલની ખરીદી, કનેક્શન, રેગ્યલેટર, સિક્યોરિટી ડિપોઝીટ દરેકમાં મોંઘવારીનો અહેસાસ થશે.

Related articles

Recent articles