Rajkot Update News રાજકોટ : રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શરૂઆત થઈ રહી છે. કેટલીક જગ્યાએ છુટાછવાયા વાદળો અને કેટલીક જગ્યાએ કડાકા-ભડાકા સાથે વરસાદ Rain વરસતા લોકોમાં ખુશી છે. ખેડૂતો પણ ખુશ છે કારણ કે પાક માટે પિયતનું પાણી સમયસર મળી રહેશે તેવી વરસાદે આશા આપી છે. ભીમ અગિયારસના દિવસથી મુહર્ત સાચવી વરસી રહેલો વરસાદ સતત ત્રીજા દિવસે પણ હાજરી પૂરાવતો જોવા મળ્યો હતો. ત્યારે રાજ્યના વિવિધ સ્થળે વરસાદના સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. સરકારના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર વિભાગ દ્વારા જાહેર કરાવામાં આવેલા જિલ્લા અને તાલુકા મુજબના વરસાદના આંકડા નીચે મુજબ છે.

Rajkot Update News આજે રાજ્યમાં સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં નોંધાયેલો વરસાદ
રાજ્યમાં વિવિધ સ્થળો પર વરસાદ સૌથી વધારે અરવલ્લી જિલ્લાના ધનસુરામાં 70મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે સૌથી ઓછો વડોદરા, બનાસકાંઠા, સાબરકાંઠા, છોટાઉદેપુર અને નવસારી જિલ્લામાં 1 મીમી નોંધાયો છે.
વધુ વાંચો- વિડીયોમાં જૂઓ કેવી રીતે પણ થાય છે વરસાદનો વરતારો, કાચી માટીની કુલડી અને ટીટોડીના ઈંડા બને છે માધ્યમ

Gujarat Weather Forecast: હવામાનના સમાચાર ગુજરાતીમાં

