35 C
Ahmedabad

રાજકોટમાં પોલીસ પર આક્ષેપ સાથે SP કચેરી સામે પિતા-પુત્રનો આત્મવિલોપનનો પ્રયાસ

Published:

SP કચેરી સામે આત્મવિલોપનનો પ્રયાસ રાજકોટ : આજરોજ તારીખ 24 જૂને રાજકોટ જિલ્લા પંચાયત કચેરી ચોક પાસે આવેલી રાજકોટ જિલ્લા પોલીસ વડાની કચેરી બહાર બે વ્યક્તિએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે. શરીર પર પેટ્રોલ છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કરનાર બંને પિતા-પુત્ર હોવાની માહિતી મળી છે. પેટ્રોલ છાંટવા સાથે જ દવા પીવાનો પણ પ્રયાસ તેમણે કર્યો હતો. સદનસિબે સમયસર સ્થાનિક પોલીસે દિવાસળી ચાંપે તે પહેલા પિતા-પુત્રને અટકમાં લઈ લીધા હતા. પિતા-પુત્રએ લોધીકા પોલીસ માર મારતી હોવાનો આરોપ મુકતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, મેટાડાના પિતા-પુત્રએ આજરોજ રાજકોટ જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે આવી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. બંનેએ લોધીકાના બૂટલેગરો તેમજ સ્થાનીક પોલીસે પુત્રને માર માર્યાનો ગંભીર આરોપ લગાવતા ચકચાર મચી ગઈ છે. ન્યાય માટે પિતા-પુત્રએ એસ.પી. કચેરી બહાર જ શરીર પર પેટ્રોલ છાંટી, દવા પીને આત્મવિલોપનની કોશીષ કરી હતી. પરંતુ હાજર પોલીસકર્મીઓ દ્વાર તેમને પકડી અટકાયત કરી લેવાયા હતા. જિલ્લા પોલીસ વડા દ્વારા સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈ પિતા-પુત્રના આક્ષેપોની ઝીણવટ ભરી તપાસનો આદેશ આપ્યો છે.

rajkot-update-news-father-and-son-tried-to-suicide-in-front-of-sp-office

આત્મવિલોપનનો પ્રયાસ કરનાર હસમુખભાઈ સોમાભાઈ દાફડાએ આક્ષેપ કર્યો હતો કે, તેઓ મેટોડા GIDCમાં ભાડાના મકાનમાં રહે છે. તેમના પુત્રને લોધીકા પોલીસ એક કેસમાં માર માર્યો હતો અને એક વાગ્યે પોલીસ સ્ટેશનમાંથી જવા દેવાયો હતો. પરંતુ સવારે ગુંડાઓ અને બૂટલેગરો આવ્યા જેમણે પુત્રને માર માર્યો. આ ઘટનાની ફરિયાદ કરવા તેઓ એસપી કચેરી ખાતે ગયા હતા તેમણે લોધીકા પોલીસ પાસે જવા જણાવ્યું હતું. પરંતુ પોલીસના ડરને કારણે તેમણે ફરિયાદ નહીં કરવાનું નિવેદન આપી દીધું હતું. બાદમાં હસમુખભાઈના પુત્રએ દવા પીધી હતી પરંતુ પોલીસે તે મામલે આજદીન સુધી કંઈ કર્યુ નથી.

Related articles

Recent articles