36 C
Ahmedabad

ચીન રશિયાનું યુધ્ધને ભાજપનો ઝંડો, મંત્રી જીતુ વાઘાણીની જીભ લપસતા હાસ્ય પ્રસર્યું

Published:

Rajkot Update Newsરાજકોટ : રાજ્યના શિક્ષણ મંત્રી અને રાજકોટના પ્રભારી જીતુ વાઘાણી આજરોજ રાજકોટ ખાતે ગરીબ કલ્યાણ સંમેલનમાં હાજરી આપવા પહોંચ્યા હતા. પ્રમુખ સ્વામી ઓડિટોરીયમમાં સંબોધન વખતે જીતુ વાઘાણી Jitu Vaghani એ ભાંગરો વાટતા શહેરમાં મજાકનું પાત્ર બની ગયા છે. જીતુ વાઘાણી સંબોધન દરમિયાન ભાજપના વખાણ કરવામાં પ્રમાણ ભાન ભૂલ્યા હતા. તેમણે કહ્યું કે, જ્યારે ચીન અને રશિયા વચ્ચે યુદ્ધ [China Russia War] ચાલતું હતું એ સમયે PM મોદીએ રશિયા અને યુક્રેનને 6 કલાક યુદ્ધનો વિરામ કરવા કહ્યું હતું અને યુદ્ધનો વિરામ આવ્યો, કારણ કે વિદ્યાર્થીઓ ભાજપનો ધ્વજ લઈને નીકળ્યા હતા.

શિક્ષણ મંત્રીની વાણી લપસી ગયા બાદ તેમને ભાન થતા જ તેમણે ભૂલ સુધારતા ભાજપના ધ્વજને બદલે ભારતનો ધ્વજ કહી સુધારો કર્યો હતો. સાથે જ વાઘાણીએ વિપક્ષ પર પ્રહાર કર્યા હતા કે, અગાઉ સરકારી ભરતીમાં લેખીત પરીક્ષાઓ જ નહોતી લેવાતી અને સીધા જ ઈન્ટરવ્યુ લઈ પસંદગી કરી લેવામાં આવતી હતી. તેમાં પણ પ્રમાણ ભાન ભૂલી વાઘાણીએ કહ્યું કે, આજે પણ તપાસ કરો તો સચિવાલયમાં કોંગ્રેસના બાપ-દાદાના બેંક એકાઉન્ટ નીકળશે. અગાઉ સરકારમાં રૂપિયા લઈ ભરતી કરવામાં આવતી હતી હવે અમે લેખીત પરીક્ષા કરીએ છીએ.

Rajkot Update News ચીન રશિયાનું યુધ્ધને ભાજપનો ઝંડો મંત્રી જીતુ વાઘાણીની જીભ લપસતા હાસ્ય પ્રસર્યું

રાજકોટ એઈમ્સ [Rajkot AIMS Hospital] માટે પણ તેણે કહ્યું કે એઈમ્સ માત્ર સૌરાષ્ટ્ર કે રાજકોટની જ નથી. રાજકોટમાં પણ અન્ય રાજ્યોમાંથી દિલ્હીની જેમ લોકો સારવાર મેળવવા માટે આવશે.

ઈન્દ્રનીલના ચાબખાં

આ મુદ્દે AAP નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ વળતો પ્રહાર કરતા જણાવ્યું હતું કે, હિમાચલ પ્રદેશમાં 125 યુનિટ ભાજપ ફ્રી આપે છે છતાં ગુજરાતમાં શા માટે ભાજપ ફ્રી નથી આપતી. નેતાઓ-મંત્રીઓને વીજળી ફ્રી મળતી હોઈ તો સામાન્ય જનતાને શા માટે ફ્રી આપવામાં નથી આવતી.

લોભામણી જાહેરાતોમાં ફસાવું નહીં

આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતાં કહ્યું હતું કે ચૂંટણી પહેલાં બધું મફત આપવાવાળા લોકો પણ આવશે, ત્યારે લોભામણી જાહેરાતોમાં ફસાવવું નહીં. બાકી 2022ની ચૂંટણીએ 2024માં દિલ્હી જવા માટે વાયા રસ્તો છે. ફરી એક વખત 2024માં PM નરેન્દ્રભાઈ મોદીને દિલ્હીનું સુકાન સોંપવા 2022ની ચૂંટણી જિતાડવા હું આપને અપીલ કરું છું.

Related articles

Recent articles