35 C
Ahmedabad

ખંઢેરી સ્ટેડિયમમાં T-20 દરમિયાન જામનગરથી રાજકોટ આવતા વાહનો માટે ડાયવર્ઝન જાહેર

Published:

Rajkot Update News રાજકોટ : રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ખંઢેરી સ્થીત સ્ટેડિયમ [Khandheri Stadium] ખાતે 17 જૂનના રોજ ભારત-દક્ષિણ આફ્રિકા ક્રિકેટ મેચ Cricket રમાવા જઈ રહી છે. આ T-20 મેચ જોવા માટે હજારોની સંખ્યામાં પ્રેક્ષકો ઉમટી પડશે તેવું મનાય છે. જેના કારણે વાહનો અને માણસોથી જામનગર હાઈ-વે પર ટ્રાફિક જામની સ્થીતી સર્જાય શકે છે. ત્યારે કાયદો અને વ્યવસ્થાને ધ્યાને રાખી રાજકોટના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામુ બહાર પાડી આ જામનગર-રાજકોટ હાઈ-વે પરનો ટ્રાફિક ડાયવર્ટ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.

રાજકોટના અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ કે. બી. ઠક્કરે જાહેરનામુ પ્રસિધ્ધ કરી તારીખ 17 જૂન અને 18 જૂનના રોજ જામનગરથી રાજકોટ આવતા ભારે વાહનોને ડાયવર્ટ કરી વૈકલ્પિક માર્ગો પરથી પસાર થવા આદેશ કર્યો છે.

જાહેરનામા મુજબ તારીખ 17ના રોજ જામનગર તરફથી રાજકોટ તરફ આવતા ભારે વાહનો જેવા કે, ટ્રક, ટ્રેલર, ટેન્કરને પડધરીથી મોવૈયા સર્કલ તરફ ડાયવર્ટ કરી ટંકારા થઈ રાજકોટ આવવા જણાવાયું છે. ઉપરાંત પડધરી, નેકનામ અને મિતાણા થઈ રાજકોટ તરફ આવવાનો માર્ગ પણ ઉપયોગમાં લઈ શકાય છે. જાહેરનામુ તારીખ 17 જૂનના સાંજે 4 વાગ્યાથી 18 જૂનની રાત્રીના 1 વાગ્યા સુધી લાગુ કરાવવામાં આવશે. આ આદેશનો ભંગ કરવા બદલ ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

કયા વાહનોને મળશે મુક્તિ ?

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન [Saurashtra Cricket Association] દ્વારા ક્રિકેટ મેચમાં ફરજ પર રહેલા વાહનો, સરકારી બસ, સરકારી વાહનો અને સબવાહિની તેમજ એમ્બ્યુલન્સ સેવા અને અગ્નિશામક દળના વાહનોને આ જાહેરનામાથી મુક્તિ મળશે. સાથે જ દર્શક પાસે ક્રિકેટની ટિકીટ કે પાસ હોય કે જેમને મેચ નિહાળવા માટે સ્ટેડીયમ પહોંચવું છે તેવા વાહન ચાલકો અને આસપાસના ગામના રહિશો પોતાના આધાર પુરાવા બતાવી વાહન સાથ પસાર થઈ શકે છે.

Rajkot Update News રાજકોટમાં T-20 : જામનગર-રાજકોટ આવતા વાહનો માટે ડાયવર્ઝન

ક્રિકેટ મેચ દરમિયાન ગુજરાત પોલીસના 1 એસપી, 5 ડીવાયએસપી, 10 પીઆઈ, 40 પીએસઆઈ, 232 પોલીસ કર્મચારી, 46 ટ્રાફિક પોલીસ, 64 મહિલા પોલીસ અને 2 બોમ્બ સ્ક્વોડ સ્થળ પર હાજર રહેશે. સ્ટેડીયમ પર 2 બેગેજ સ્કેનર, 2 અગ્નીશામક દળ, 2 એમ્બ્યુલન્સ, 30 વૉકીટૉકીના ઉપયોગ કરવામાં આવશે.

saurashtra cricket association stadium khandheri rajkot jamnagar highway

આ સાથે ખાસ સીસીટીવી કેમેરા કંટ્રોલ રુમ પણ તૈયાર કરવામાં આવ્યો છે. મેચ દરમિયાન બેગ, ટિફિન, ખાવાની વસ્તુ, પાણીની બોટલ, બીડી, માચીસ, લાઇટર, કેમેરા, લાકડી કે હથિયાર જેવી વસ્તુઓ લઇ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

Related articles

Recent articles