Homeગુજરાતરાજકોટધોરાજીનો ભાદર-2 ડેમ ઓવરફલો, 19 ગામ કરાયા એલર્ટ

ધોરાજીનો ભાદર-2 ડેમ ઓવરફલો, 19 ગામ કરાયા એલર્ટ

-

ધોરાજી ન્યુઝ : તા.૦૬ ઓગસ્ટ – રાજકોટ (Rajkot) જિલ્લાના ધોરાજી તાલુકાના ભૂખી ગામ પાસેનો ભાદર -૨ ડેમ હાલ નિર્ધારિત સપાટીએ ભરાઈ જતા ઓવરફ્લો થઈ ગયેલ છે.

ડેમનો ૧ દરવાજો ૧.૫ ફૂટ ખોલવામાં આવ્યો છે. ડેમમાં ૧૫૦૬ કયુસેક પાણીની આવક સતત ચાલુ હોય જેની સામે ૧૫૦૬ કયુસેક પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે. ડેમની હેઠવાસમાં આવેલ ધોરાજી તાલુકાના ભોળા, ભોલગામડા, છાડવાવદર, સુપેડી ઉપલેટા તાલુકાના ડુંમીયાણી, ચીખલીયા, સમઢીયાળા, ગણોદ, ભીમોરા, ગાધા, ગંદોડ, હાડફોડી, ઈસરા, કુંઢેચ, લાઠ, મેલી મજેઠી, નિલાખા, તલગણા, ઉપલેટા સહિતના ગ્રામજનોને નદીના પટમાં અવર-જવર નહીં કરવા તથા સાવચેત રહેવા ફ્લડ કંટ્રોલ રૂમની યાદીમાં જણાવાયું છે.

વધુ વાંચો- વાંકાનેરમાં 5 હળવદમાં 7 જુગારના પત્તા ટીંચતા પકડાયા

વધુ વાંચો- લોકમેળાના પ્લોટથી 81 લાખની આવક થઈ 46 લાખથી વધુના પ્લોટ પેન્ડિંગ

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...