36 C
Ahmedabad

રાજકોટ અપહરણના પ્રયાસમાં સગો જ ઘાતકી નિકળો ! 5 આરોપી ઝડપાયા

Published:

Rajkot Update News રાજકોટ : રાજકોટ શહેરના ડોકટર જીજ્ઞેશ ખંધેડીયાના પુત્ર રોહિતના અપહરણના પ્રયાસની ઘટના બાદ શહેરમાં ચકચાર મચી ગઈ હતી. જે મામલે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે Rajkot Crime Branch ટૂંકા સમયમાં જ 7 આરોપીને દબોચી લીધા છે. ઝડપાયેલા આરોપીઓ દ્વારા પોલીસને પૈસાની લાલચે અપહરણ કર્યાની કબૂલાત આપવામાં આવી છે. સાથે જ અપહરણના નિષ્ફળ પ્રયાસ બાદ પણ 80 લાખની ખંડણી માંગી હોવાની વાત સામે આવી છે.

ઘટનાની હકિકત એવી છે કે, ગત તારીખ 14 જૂનના રોજ રાત્રીના 9 વાગ્યા આસપાસ ડોકટર ખંધેડીયાના પુત્ર રોહિતનું અપહરણ કરવાનો પ્રયાસ થયો હતો. નંબર વિનાની ઈકો કારમાં આવેલા આરોપીઓ દ્વારા કુરિયરનું જણાવી રોહિતને ઘરની નીચે બહારની બાજુએ બોલાવ્યો હતો. ત્યાં ગયેલા રોહિતને આરોપી દ્વારા પકડી લઈ ઈકો કારમાં નાખવાનો પ્રયાસ થયો હતો પરંતુ ઝપાઝપી અને રોહિતે બુમો પાડવાનું શરૂ કરી દેતા અપહરણ કરવા આવેલા શખ્સો ઈકો કાર લઈ નાસી ગયા હતા. સમગ્ર ઘટનાની જાણ થતા જ ગાંધીગ્રામ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ દોડતી થઈ હતી.

ડોકટર જીજ્ઞેશ ખંધેડીયાના પુત્રના અપહરણની ફરિયાદના આધારે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી. ઘટનાના ગણતરીની કલાકોમાં જ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે 7 આરોપીઓને શોધી ઝડપી પાડ્યા હતા. આરોપીઓએ પોલીસને કેફિયત આપી હતી કે, મુખ્ય આરોપી કેવલ સંચાણીયાએ અન્ય આરોપી સંજય ડાભીને પોતાના જ દૂરના સગા જીજ્ઞેશ ખંધેડીયાના પુત્રનું અપહરણ કરવા ટીપ આપી હતી. આરોપી કેવલએ ડોકટર ખંધેડીયા અને તેમના પત્નિ ડોકટર હોય તેના દિકરાનું અપહરણ કરવાથી એક જ દિવસમાં મોટી રકમ ખંડણી પેટે આપશે તેમ જણાવી તેને અન્ય આરોપીઓને આ કામ માટે તૈયાર કર્યા હતા. આ લાલચને કારણે સંજય ડાભીએ પોતાના મિત્ર જયપાલસિંહ રાઠોડને અપહરણ કરવાની વાત જણાવી સાથે લીધો હતો.

આરોપી સંજયે અપહરણના કામને અંજામ આપવા સિમકાર્ડની વ્યવસ્થા માટે સુરેશ ઠાકોરને જણાવતા સુરેશે પોતાના મિત્ર ચીરાગ ઠાકોર પાસેથી બે સિમકાર્ડ અને અપહરણ માટે પોતાના સગા ભાઈ સંજય ઠાકોરની ઈકો કારની વ્યવસ્થા કરી આપી હતી.

અપહરણની તૈયારી કરી તારીખ 14 જૂનના રોજ ઘટનાને અંજામ આપવા માટે આરોપી, જયપાલસિંહ રાઠોડ, સુરેશસિંહ, સુરેશ ધામેચા, સંજય ડાભી અને સંજય ઠાકોર એમ કુલ 5 આરોપીઓ રાજકોટ ડોકટર ખંધેડીયાના ઘર પાસે ગયા હતા. આરોપીએ રોહિતનું અપહરણ કરવા માટે પ્રયાસ પણ કર્યો હતો પરંતુ રોહિતે પ્રતિકાર કરતા અને ઊંચા અવાજે બુમો પાડવાની શરૂઆત કરતા આરોપી નાસી ગયા હતા. ત્યારબાદ પણ આરોપીઓએ ખંડણીની રકમ મેળવવા માટે ફરિયાદીને ફોન કર્યા હતા. આરોપીઓ દ્વારા ધમકી આપવામાં આવી હતી કે રૂપિયા 80 લાખ નહીં આપવામાં આવે તો તેઓના પરિવારને મારી નાખશે.

Rajkot Update News- રાજકોટ અપહરણના પ્રયાસમાં સગો જ ઘાતકી નિકળો 5 આરોપી ઝડપાયા

ઝડપાયેલા આરોપીઓ

  1. કેવલ રમેશભાઈ સંચાણીયા
  2. સંજય કાંતિભાઈ ડાભી
  3. સુરેશભાઈ બચુજીભાઈ ઠાકોર
  4. ચીરાગ દેવાભાઈ ઠાકોર
  5. સંજય મનજીભાઈ ઠાકોર
  6. જયપાલસિંહ રાઠોડ
  7. સુરેશસિંહ

Related articles

Recent articles