36 C
Ahmedabad

કાર વેચવાના નામે 13 લાખ લઈ ભાગેલા અસ્લમને ઝડપી પાડતી માલવીયાનગર પોલીસ: રાજકોટ

Published:

Rajkot Update News રાજકોટ : રાજકોટ શહેરના માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કાર વેચવાના નામે ચિટીંગનો ગુનો નોંધાયો હતો. ગત તારીખ 17 જૂનના રોજ સુરતના હસમુખભાઈ ત્રિભોવનદાસ ઠક્કર સાથે રાજકોટના ઈમરાન ડેલા અને અસ્લમ ડેલા દ્વારા ચિટીંગની ફરિયાદ નોંધાઈ હતી. આરોપીઓ એ કાર વેચવાના નામે રૂપિયા 13 લાખની છેતરપિંડી કરી હતી. જે મામલે પોલીસે જંગલેશ્વરના રહીશ અસ્લમ અજીતભાઈ ડેલાને ઝડપી રૂપિયા 5 લાખ કબ્જે કર્યા છે. જ્યારે અન્ય આરોપી ઈમરાનની શોધખોળ ચાલુ છે.

પોલીસ ફરિયાદ મુજબ ઘટના એવી છે કે, સુરતના વેપારી હસમુખભાઈ ઠક્કરે જુની કાર લેવા માટે રાજકોટના ઈમરાન હનીફભાઈ ડેલાનો સંપર્ક કર્યો હતો. બાદમાં કાર લેવા માટે આવેલ હસમુખભાઈને આરોપી ઈમરાન અને અસ્લમે 150 ફૂટ રીંગ રોડ પર આવેલા એક ડેલામાં કાર બતાવી હતી. ફરિયાદી હસમુખભાઈને એક કાર પસંદ આવી જતા તેમણે સોદો નક્કી કર્યો હતો.

rajkot Malaviyanagr police station arrest aslam with 5 lack cash
આરોપી પાસેથી કબ્જે લીધેલી રોકડ રકમ

સોદો નક્કી કરી હસમુખભાઈએ સુરતથી રૂપિયા 13 લાખ આંગડીયા મારફતે મંગાવ્યા હતા. આ રકમ લેવા માટે આંગડીયા પેઠી પર આરોપી ઈમરાન પોતાની પાસે રહેલું જ્યુપીટર લઈ સાથ ગયો હતો. રૂપિયા 13 લાખ લઈ જ્યુપીટરની ડેકીમાં રાખી તેઓ પરત આવી રહ્યાં હતા. દરમિયાન આરોપી ઈમરાને જ્યુપીટર ઈમ્પીરીયલ હાઈટ્સ પાસે થોભાવ્યું હતું. જ્યાં આરોપી ઈમરાન ફરિયાદી હસમુખભાઈને થોડી વાર ઉભા રહો તેમ કહી ડેકીમાં રહેલી રકમ સાથે લઈ નાસી છૂટ્યો હતો.

આ મામલે માલવિયાનગર પોલીસ સ્ટેશન દ્વારા હસમુખભાઈની ફરિયાદ પરથી IPC 406, 42, 120 (બી) મુજબ ગુનો દાખલ કર્યો હતો. આજરોજ આ ગુનાનો આરોપી અસ્લમ અજીતભાઈ ડેલા ઉંમર વર્ષ 28 રહે. જંગલેશ્વર ઝડપી પાડ્યો છે. પોલીસે અસ્મલ પાસેથી રૂપિયા 5 લાખની રકમ અને ટીવીએસ જ્યુપીટર મોટરસાયકલ કબ્જે લઈ કાર્યવાહી હાથ ધરી છે.

Related articles

Recent articles