Homeગુજરાતરાજકોટરાજકારણીની ધમકી વાળી ફેસબુક પોસ્ટ બાદ ASI હિતેન્દ્રસિંહ થયા સસ્પેન્ડ: રાજકોટ

રાજકારણીની ધમકી વાળી ફેસબુક પોસ્ટ બાદ ASI હિતેન્દ્રસિંહ થયા સસ્પેન્ડ: રાજકોટ

-

રાજકોટ : તાજેતરમાં જ રાજકોટ શહેર પોલીસમાં ફરજ બજાવતા ASI હિતેન્દ્રસિંહ ઝાલાસોશિયલ મીડિયા ફેસબુક પર કરેલી પોસ્ટ તેમને ભારે પડી ગઈ છે. કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ફરજ બજવતા એ.એસ.આઈ. હિતેન્દ્રસિંજ ઝાલાએ ફેસુબક પર પોસ્ટ કરી જણાવ્યું હતું કે તેમને રાજકીય નેતા ધમકી આપી રહ્યાં છે. આ પોસ્ટમાં તેમણે જણાવ્યું હતું કે રાજકીય નેતાના બનેવી પર જુગારની રેઈડના કારણે આ ઘર્ષણ થઈ રહ્યું છે. જોકે હિતેન્દ્રસિંહે આ પોસ્ટને ફેસબુક પરથી હટાવી પણ લીધી હતી. પરંતુ ગત મંગળવારે 5 જૂલાઈના રોજ સસ્પેન્ડ કરી દેવામાં આવતા પોલીસ બેડામાં સોપો પડી ગયો છે.

રાજકોટના કુવાડવા રોડ પોલીસ સ્ટેશન (Kuvadava Road Police Station)ના ASI હિતેન્દ્રસિંહે 4 દિવસ અગાઉ એક ફેસબુક પોસ્ટ કરી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે, ‘આજ એક નેતાને તેની અસલિયત બતાવી તો મને બદલીની ધમકી આપી કે, એવી જગ્યાએ બદલી કરીશ કે પાણી નહીં મળે, એ મને ચાર વર્ષથી હેરાન કરે છે, વગર વાંકે મારી બદલીઓ કરાવે છે, જ્યારે એનો ઇતિહાસ વિવાદોથી ખરડાયેલો છે, છતાં મને ધમકીઓ આપે છે, પણ મારી તૈયારી છે, ઝૂકેગા નહીં સાલા, મારો વાંક એટલો જ હતો કે તેના બનેવીને ત્યાં જુગારની રેડ કરી હતી, લુખ્ખો સાલો, મને કોર્ટ પર પૂરો વિશ્વાસ છે, હું લડીશ ઝૂકીશ નહી, હું ઝૂકીશ નહીં’.

આ પોસ્ટ ફેસબુક પર આવતા શહેરમાં ચર્ચાનો મુદ્દો બનવા સાથે પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ હતી. ત્યારે હવે પોલીસ વિભાગ દ્વારા એ.એસ.આઈ. હિતેન્દ્રસિંહ ઝાલા (ASI Hitendrasinh Posted in Facebook)ને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવતા લોકોમાં અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.

વધુ સમાચાર- અપહ્યતને ફિલ્મી ઢબે છોડાવી 7 આરોપીને આ રીતે પોલીસે ઝડપી પાડ્યા: રાજકોટ

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...