35 C
Ahmedabad

રિક્ષામાં મહિલાની આડમાં દારૂની હેરફેરના કિમીયો, આરોપી ઝડપી પાડતી આજીડેમ પોલીસ: રાજકોટ

Published:

Rajkot Update News રાજકોટ : રાજકોટ શહેર પોલીસ દારૂના સપ્લાયરો અને બુટલેગરો પર સતત ઘોંસ બોલાવી રહી છે. ત્યારે આજરોજ તારીખ 20 જૂનના રોજ રાજકોટના આજી ડેમ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા દારૂની હેરફેરના મોટા કિમીયાનો પર્દાફાશ કર્યો છે. જેમાં રાજકોટ શહેરમાં દારૂની હેરફેર કરવા માટે ભેજાબાજ બુટલેગરો મહિલાનો ઓથ લેતા હતા. સુનિયોજીત રીતે ચાલી રહેલી દારૂની હેરફેર પોલીસથી અછાની નહીં રહેતા આજે પોલીસે આરોપીઓને રંગે હાથ ઝડપી પાડ્યા છે.

રાજકોટ આજી ડેમ પોલીસ સ્ટેશન (Ajidam Police Station Rajkot)ના સ્ટાફને દારૂની હેરફેરના આ કારસ્તાનની બાતમી મળી હતી. બાતમી મળતા જ પોલીસ ટીમ સક્રિય થઈ આરોપીને રંગે હાથ ઝડપવા નિકળી પડી હતી. દરમિયાન હુડકો ચોકડીથી આજીડેમ ચોકડી તરફ ઉતરતા બ્રીજ પાસે દારૂની બોટલો ભરેલી રિક્ષા પોલીસે ઝડપી લીધી હતી. રિક્ષાની તલાસી લેતા રિક્ષામાંથી 750 એમ.એલ.ની 120 બોટલ દારૂ મળી આવ્યો હતો. સામાન્ય લોકોને માથુ ખંજવાળવા મજબૂર કરે તે રીતે બુટલેગરો દારૂની હેરફેર કરતા હોવા છતાં પોલીસની બાજ નજરથી બચી શક્યા નહીં અને ઝડપાઈ ગયા હતા.

rajkot ajidam police arrest liquor bootlegger who using auto rikshaw as name of women female passengers today
ઝડપાયેલો આરોપી અને મુદ્દામાલ

આજીડેમ પોલીસે દારૂ સાથે રિક્ષામાં રહેલા 2 મહિલા આરોપી સહિત 4 આરોપી વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. જેમાં આરોપી ભૂપેન્દ્ર ઉર્ફે ઉપેન્દ્ર માંકડ વિરૂધ્ધ રાજકોટના વિવિધ પોલીસ સ્ટેશનમાં 6 ગુના નોંધાયેલા છે. જ્યારે આરોપી મહેબુબ ઉર્ફે મેબલો અલારખા અજમેરી વિરૂધ્ધ રાજકોટના વિવિધ પોલીસ સ્ટેશનમાં 5 ગુના નોંધાયેલા છે. ઉપરાંત મહિલા આરોપી કુસુમબેન મેહબુબ અલારખા અજમેરી અને ચંદ્રિકાબેન કાંતીભાઈ ભટ્ટી વિરૂધ્ધ્ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

આરોપીઓ દારૂની હેરફેર કરવા માટે ઓટો રિક્ષામાં મહિલાઓને બેસાડી ફરતા હતા. મહિલાઓથી ભરેલી રિક્ષામાં દારૂની હેરફેર કરી આરોપીઓ પોલીસથી બચવા માંગતા હતા. પણ ‘કાનૂન કે હાથ લંબે હોતે હૈ’ કહેવતની જેમ પોલીસે આખરે આ આરોપીના કિમીયાનો પર્દાફાશ કરી ઝડપી પાડ્યા હતા. આ કામગીરીમાં આજીડેમ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર વી. જે. ચાવડા અને પોલીસ સબ ઈન્સ્પેક્ટર જે. કે. ગઢવી તેમજ એ.એસ.આઈ. યશવંતભાઈ ભગત, હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ જળુ, કોન્સ્ટેબલ ઝાલા, જગદીશસિંહ પરમાર ભીખુભાઈ મૈયડ દ્વારા કરવામાં આવી હતી.

Related articles

Recent articles