Homeગુજરાતરાજકોટરાજકોટ જિલ્લા એસપી જયપાલસિંહ રાઠોડે 11 PSIની કરી બદલી; જાણો કોણ ક્યાં...

રાજકોટ જિલ્લા એસપી જયપાલસિંહ રાઠોડે 11 PSIની કરી બદલી; જાણો કોણ ક્યાં મુકાયું

-

Rajkot News : રાજકોટ જિલ્લા એસપી જયપાલસિંહ રાઠોડ (Rajkot SP Jaypalsinh Rathod)એ 11 પોલીસ સબ ઈન્સપેક્ટરોની બદલીના આદેશ (Transfer Order)કર્યા છે.

રાજકોટ ગ્રામ્ય પોલીસ (Rajkot Rural Police)માં બદલીનો મોટા ફેરફાર કર્યો તે પહેલા તાજેતરમાં જ રાજ્ય પોલીસ વડાએ 56 ASIને પીએસઆઈનું પ્રમોશન આપ્યું હતું. સાથે જ ગત અઠવાડીયામાં જ 88 પોલીસ ઈન્સપેક્ટરની બદલી કરી દેવામાં આવતા રાજકારણના જાણકારો ચૂંટણી નજીક આવે છે તેવું માનવા લાગ્યા છે.

રાજકોટ પોલીસ વડા જયપાલસિંહ રાઠોડના આદેશથી જિલ્લામાં 11 PSIની બદલી કરવામાં આવી તે નીચે મુજબ છે

વધુ વાંચો- ઢોર પાર્ટી પર હુમલા પૂર્વ આયોજીત ? રાજકોટ પોલીસનું ગુપ્તચર વિભાગ ગુપ્તવાસમાં ?

  1. શાપર-વેરાવળના PSI કે. એ. ગોહીલની બદલી કરી પાટણવાવ (Patanvav PSI K A Gohil) મુકવામાં આવ્યા
  2. ઉપલેટાના PSI આર. એલ. ગોયલની બદલી કરી ગોંડલ સીટીમાં (Gondal City PSI R L Goyal) મુકવામાં આવ્યા
  3. જામકંડોરણાના PSI જે. યુ. ગોહીલની ગોંડલ સીટીમાં (J U Gohil PSI Gondal City) બદલી કરવામાં આવી
  4. ગોંડલ તાલુકાના PSI ડી. પી. ઝાલાની બદલી પેરોલ ફર્લો સ્‍કવોડમાં (D P Zala PSI parole Furlough Squad) કરાઈ
  5. ગોંડલ DySPના રીડર PSI એમ. જે. પરમારની બદલી બાદ વિરપુરમાં (Virpur PSI m J Parmar) નિયુક્તી
  6. આટકોટના ASI કે. પી. મેતાને ભાયાવદર ખાતે બદલી (Bhayavadar PSI K p Meta)કરી નિયુક્ત કરવામાં આવ્યા
  7. પડધરીના PSI બી. એલ. ઝાલાની બદલી કરી લીવ રીઝર્વમાં રાખવામાં આવ્યા
  8. પાટણવાવના PSI જી. જે. ઝાલાની બદલી કરી જેતપુર સીટી (Jeptur City PSI G J zala)માં નિયુક્તી
  9. વિરપુરના PSI જે. એચ. સીસોદીયાની આટકોટ (Atkot PSI J H Sisodiya) ખાતે બદલી
  10. લીવ રીઝર્વમાંથી PSI વી. બી. ચૌમાણની બદલી કરી લોધીકા પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવ્યા
  11. LCBના PSI એસ. જે. રાણાને શાપર-વેરાવળ ખાતે (Shapar Veraval PSI S J Rana) નિયુક્ત કરવામાં આવ્યા
Satyamanthan BULAND-min
આપની સમસ્યા મોકલી આપો સત્યમંથન ન્યૂઝને વોટ્સએપ પર