Homeગુજરાતરાજકોટરાજકોટના બળધોઇ ગામે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો નકલી ડોક્ટર ઝડપાયો

રાજકોટના બળધોઇ ગામે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો નકલી ડોક્ટર ઝડપાયો

-

Rajkot News : ડોક્ટરને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે, પણ કેટલાક પૈસાના લાલચું લોકો કોઇ ડીગ્રી કે સર્ટીફિકેટ વિના ડોક્ટર બનીને દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતાં હોય છે. આવો જ એક કિસ્સો રાજકોટ જિલ્લાના બળઘોઇ ગામ (Baldhoi Village) માં બન્યો છે.

બળધોઈ ગામમાંથી SOG પોલીસ (Rajkot SOG) દ્વારા દરોડા પાડીને એક બોગસ તબીબને ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં આરોપી મૂળ ગોંડલનો અને કોઇપણ તબીબી અભ્યાસ વિના દર્દીઓનો ઇલાજ કરતો હોવાનું સામે આવ્યું છે.

વઘુ વાંચો- રાજકોટમાં બુકીઓ બેખૌફ ! આરોપી જાહેરમાં માસ્ટર આઈડી ખોલી જુગાર રમાડતો ઝડપાયો

પ્રાપ્ત માહિતી અનુસાર, આટકોટ તાલુકામાં રાજકોટ SOGની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, આટકોટના બળધોઇ ગામે રાજદીપ જેશીંગભાઇ ડાંગર નામનો વ્યક્તિ કોઇપણ ડીગ્રી વિના દવાખાનુ ચલાવે છે.

ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા રાજદીપ દર્દીઓને તપાસીને દવા આપતા મળી આવ્યો હતો. પોલીસે રાજદીપ પાસે મેડીકલ સર્ટીફિકેટની માંગણી કરતા તેણે પોતાની પાસે કોઇ મેડીકલ ડીગ્રી ન હોવાનું જણાવ્યું હતું.

વધુ વાંચો- રાજકોટ RMC એ 15 દિવસમાં 459 રખડતા ઢોર પકડી બોલાવ્યો સપાટો

રાજદીપ પાસે મેડીકલ ડીગ્રી ન હોવા છતાં ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યો હતો. જે કારણે પોલીસે તેની ધરપકડ કરીને ઇંજેક્શન-સિરીંજ અને એન્ટી બાયોટીક દવાઓ મળી રૂ.30,861 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો, તેમજ આ નકલી ડોક્ટર વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Satyamanthan BULAND-min
આપની સમસ્યા મોકલી આપો સત્યમંથન ન્યૂઝને વોટ્સએપ પર

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...