Homeગુજરાતરાજકોટરાજકોટવાસીઓ વાહન પર આવા લખાણ લખ્યા હોય દૂર કરજો; પોલીસે યોજી સ્પેશિયલ...

રાજકોટવાસીઓ વાહન પર આવા લખાણ લખ્યા હોય દૂર કરજો; પોલીસે યોજી સ્પેશિયલ ડ્રાઈવ

-

રાજકોટ સમાચાર : ગુજરાતમાં તાજેતરમાં જ ફરી એક વખત રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરી તાકીદ કરી હતી કે, વાહમાં RTO માન્ય HSRP નંબર પ્લેટ ફરજિયાત હોવી જોઈએ અને વાહન પર કોઈ જાતનું અનઅધિકૃત લખાણ લખેલું ન હોવું જોઈએ. પરંતુ સૌ જાણે છે તેમ રાજ્યમાં આ નિયમની કડક અમલવારી થાય તો મોટી સંખ્યામાં વાહનો કાયદાના સકંજામાં આવી જાય. પરંતુ રાજકોટ શહેર પોલીસ દ્વારા એક સ્પેશિયલ ડ્રાઈવ યોજી આવા વાહનો પરના લખાણ દૂર કરવા તેમજ દંડ વસૂલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

રાજકોટ શહેર પોલીસે ડ્રાઈવ યોજી શહેરમાં નંબર પ્લેટ વગરના વાહન અને કાળા કાચની ફિલ્મ કે વાહનમાં અનઅધિકૃત લખાણ જેવા કે, પોલીસ, પી, પ્રેસ, ગવર્મેન્ટ ઑફ ગુજરાત, ભારત સરકાર, ગવર્મેન્ટ ઑફ ઈન્ડિયા વાળા વાહનોને પકડી કાર્યવાહી કરવામાં આવી હતી. શહેરમાં ફરતા આવા વાહન ચાલકો સાથે પોલીસ તંત્રના સ્ટાફ પર પણ અગાઉ પોલીસ કમિશનર લાલ આંખ કરી ચૂક્યા છે. ત્યારે પોલીસ કમિશનરના આ કાર્યની લોકો સરાહના કરી રહ્યાં છે.

આજરોજ તારીખ 27 જૂલાઈના રોજ યોજાયેલી આ ડ્રાઈવના પહેલા દિવસે રાજકોટ પોલીસ દ્વારા 91 વહનચાલકો સામે કેસ કરીને 38,600 રૂપિયા દંડ વસૂલવામાં આવ્યો હતો.  ઉપરાંત 5 વાહનો ડીટેઈન કરવામાં આવ્યા હતા. જ્યારે 38 જેટલા વાહનોમાંથી લખાણ દૂર કરવામાં આવ્યું હતું અને 17 વાહનોને ટોઇંગ કરીને સ્ટેશન પર લઈ જવામાં આવ્યા હતા.

વધુ વાંચો- મોરબીમાં આ સ્થળે લહેરાશે 108 ફૂટ ઊંચાઈ પર રાષ્ટ્રધ્વજ

વધુ વાંચો- આણંદમાં કેમિકલયુક્ત તાડી સાથે એક પકડાયો

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...