Homeગુજરાતરાજકોટજેતપુરમાંથી 65 બોટલ વિદેશી દારૂ સાથે એક આરોપી ઝડપી પાડતી લૉકલ ક્રાઇમ...

જેતપુરમાંથી 65 બોટલ વિદેશી દારૂ સાથે એક આરોપી ઝડપી પાડતી લૉકલ ક્રાઇમ બ્રાન્ચ

-

સુરેશ ભાલીયા, જેતપુર : આજરોજ રાજકોટના જેતપુરમાંથી રાજકોટ ગ્રામ્ય પોલીસની લૉકલ ક્રાઈમ બ્રાન્ચે (Rajkot LCB) દારૂ સાથે એક આરોપી ઝડપી પાડ્યો છે. લૉકલ ક્રાઈમ બ્રાન્ચે આરોપી ચીરાગ મહેન્દ્રભાઈ વાઘેલા રહે, કણકીયા પ્લોટ અંબર સિનેમા પાછળ જેતપુરને દારૂની 65 નંગ બોટલ સાથે ઝડપી પાડ્યો હતો.

આરોપી પાસેથી પોલીસે રૂપિયા 25 હજાર 500ની કિંમતની 65 બોટલ કબ્જે લઈ કાર્યવાહી હાથ ધરી હતી. આજરોજ પોલીસ ઈન્સપેક્ટર વી. વી. ઓડેદરા તથા પોલીસ સબ ઈન્સપેક્ટર એસ.જે.રાણાની રાહબરી હેઠળ એલ.સી.બી. સ્ટાફના માણસો જેતપુર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ નીલેશભાઇ ડાંગર તથા પોલીસ કોન્સ્ટેબલ દિવ્યેશભાઇ સુવાનાઓને મળેલ સંયુકત ખાનગી હકિકત આધારે જેતપુર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આરોપીને ઝડપવામાં આવ્યો હતો.

વધુ સમાચાર- વેરાવળ નગરપાલિકાનો લાખેણો વિકાસ વરસાદ પડતા જ પાણીમાં બેસી ગયો ?

Must Read

Whatsapp Group message

વોટ્સએપ ગ્રુપમાં મૂકેલા મેસેજ અંગે ઝઘડો કરી મહિલાને છાતીના ભાગે માર...

Upleta News update: રાજકોટના ઉપલેટામાં વોટ્સએપ ગ્રુપમાં(Whatsapp Group) મૂકેલા મેસેજ બાબતે ઝઘડો થયા હતો. જેમાં ફરિયાદી અને આરોપીઓને સમાજને લગતા મેસેજ મૂકવા બાબતે ઝઘડો...