HomeગુજરાતરાજકોટHGV અને 3WT પ્રકારના વાહનો માટે GJ-03-BY નંબરોની નવી સીરીઝ શરૂ કરવામાં...

HGV અને 3WT પ્રકારના વાહનો માટે GJ-03-BY નંબરોની નવી સીરીઝ શરૂ કરવામાં આવશે: રાજકોટ

-

Rajkot Automobile News Gujarati : પ્રાદેશિક વાહનવ્યવહારની કચેરી રાજકોટ Rajkot RTO દ્વારા HGV તથા 3WT પ્રકારના વાહનો માટે GJ-03- BY સીરીઝના ૧ થી ૯૯૯૯ સુધીના નંબરોની સીરીઝ Number Series તથા અગાઉની સિરીઝના બાકી રહેલા ગોલ્ડન સિલ્વર નંબરોના Golden/Silver Number ઈ-ઓકશન E-Auction શરુ કરવામાં આવનાર છે.

આ અંગે HGV વાહનોનાં ગોલ્ડન નંબર માટે ઓછામાં ઓછી ફી રૂ. ૪૦,૦૦૦, સિલવર નંબર માટે રૂ. ૧૫,૦૦૦ રાખવામાં આવેલ છે. તથા 3WT વાહનોનાં ગોલ્ડન નંબર માટે ઓછામાં ઓછી ફી રૂ.૮૦૦૦ અને સિલવર નંબર માટે રૂ.૩૫૦૦ રાખેલી છે. ગોલ્ડન અને સિલ્વર સિવાયનાં અન્ય પસંદગીનાં નંબરોના HGV પ્રકારનાં વાહનોની ઓછામાં ઓછી ફી રૂ. ૮૦૦૦ અને 3WT માટે રૂ. ૨૦૦૦ રાખેલ છે.

HGV અને 3WT પ્રકારના વાહનો માટે GJ-03-BY નંબરોની નવી સીરીઝ શરૂ કરવામાં આવશે: રાજકોટ

ગોલ્ડન, સિલ્વર તેમજ અન્ય પસંદગીના નંબરો મેળવવા માટે તા. ૨૭/૦૪/૨૦૨૨ થી તા.૨૯/૦૪/૨૦૨૨ સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન Online Registration કરાવવાનું રહેશે. તા.૩૦/૦૪/૨૦૨૨ ના રોજ રાત્રીના ૧૨:૦૦ કલાક થી તા. તા.૦૧/૦૫/૨૦૨૨ ના રાત્રીના ૧૨ કલાક સુધી ઓનલાઈન ઈ ઓકશન ચાલુ રહેશે. ઈ ઓકસન પૂર્ણ થયે તા.૦૨/૦૫/૨૦૨૨ ના રોજ કોમ્પ્યુટર દ્વારા જનરેટ કરેલ ઈ – ઓકશનનું પરિણામ પરિવહન સાઈટ પર ઓનલાઇન જોઈ શકાશે.

ઈ ઓકશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સફળ અરજદારે ભરવા પાત્ર થતી રકમ દિવસ – ૫ માં ઈ-પેમેન્ટ થી ભરી દેવી તેમજ હરાજીમાં નિષ્ફળ ગયેલ ઉમદેવારને દિવસ પાંચમાં નાણા પરત કરવામાં આવશે. ઉપરોક્ત તારીખ સિવાય પસંદગીના નંબર માટે પૂછપરછ કરવા કચેરીનો સંપર્ક કરવો નહીં. જેની નોંધ લેવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, રાજકોટ દ્વારા જણાવાયુ છે.

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....