HomeગુજરાતરાજકોટRajkot RMC ની આટલી સેવા વોટ્સએપ પર મળી જશે

Rajkot RMC ની આટલી સેવા વોટ્સએપ પર મળી જશે

-

આજના તાજા સમાચાર, Rajkot City News in Gujarati : રાજકોટ મહાનગરપાલિકા RMC દ્વારા આજ-રોજ તા.ર૫-૦ર-ર૦રર નાં રોજ “RMC on WhatsApp” સેવાનું લોન્‍ચીંગ ગુજરાત રાજયના કેબિનેટ મંત્રી અને રાજકોટના માનનીય પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીના વરદૃ હસ્‍તે કરવામા આવ્‍યુ. આંગળીના ટેરવે રાજકોટ મહાનગરપાલિકાની ૧૭૫ થી વધુ સેવાઓનો લાભ, WhatsAPP ના માધ્‍યમથી લઇ શકાશે.      

વોટ્સએપ (WhatsAPP) એ વિશ્વભરમાં મોબાઈલ માં સૌથી વધારે વપરાતી ચેટ એપ્લીકેશન છે જે ઉપયોગમાં ખૂબ જ સરળ છે. વોટ્સએપ લોકોને ટેક્સ્ટ મેસેજ, મલ્ટીમીડિયા મેસેજ, ઓડિયો – વીડીયો ફાઈલો, PDF ફાઈલો વગેરેની સરળતાથી આપ-લે કરી શકાય તેવી સુવિધા પ્રોવાઈડ કરે છે.

જૂઓ વીડિયો – ગ્લોબલ વોર્મિંગને કારણે આંબા વાડીઓમાં આશ્ચર્યજનક ઘટનાઓ: ગીર સોમનાથ

આ માટે લોકોએ મહાનગરપાલિકાનાં વોટ્સએપ નંબર +91-9512301973 ને પોતાના મોબાઈલ પર સેવ કરીને તેનાં પર Hi  મેસેજ કરવાથી ચેટબોટ એક્ટીવેટ થશે જેમાં લોકો English / ગુજરાતી એમ ભાષા સિલેક્ટ કરી શકશે.

આજના તાજા સમાચાર Rajkot RMC ની આટલી સેવા વોટ્સએપ પર મળી જશે

RMC on WhatsApp નો ઉપયોગ વડે લોકો મહાનગરપાલિકાની વિવિધ સેવાઓ મિલ્કત વેરો, પાણી-દર, વ્યવસાય વેરો EC તેમજ RC , જુદી જુદી સ્પોર્ટ્સ યુટિલીટી , મહાનગરપાલિકા ની સેવાઓને લગત ફરિયાદો, વિવિધ પ્રકારની સેવાઓ મેળવવા માટે જરુરી ફોર્મ , મહાનગરપાલિકાનાં વિવિધ ટેન્ડરો, મહાનગરપાલિકા માં ભરતી અંગેની જાહેરાતો, મહાનગરપાલિકાની વિવિધ ઝોનલ ઓફિસો/ વોર્ડ ઓફિસો/ આરોગ્ય કેન્દ્રોનાં એડ્રેસ જીઓ લોકેશન સાથે, મહાનગરપાલિકાની જુદી જુદી T P Scheme ની યાદી, મહાનગરપાલિકાનાં તમામ અગત્યનાં ફોન નંબર વિગેરેની વિગતો ઉપરોકત  વોટ્સએપ ચેટ બોટ પરથી ખૂબ જ સરળતાથી મેળવી શકાશે. આ સેવાનો ઉપયોગ કરીને લોકો પોતાનાં પાછલાં વર્ષોમાં ભરેલ વેરાની રસીદો/બીલો, બાકી વેરાની રકમ વોટ્સએપ દ્વારા જાણી શકશે/ ડાઉનલોડ કરી શકશે.

મહાનગરપાલિકા લોકોને તેમનાં વેરાબીલો PDF મારફતે વોટ્સએપ પર મોકલી આપશે તેમજ તેનું લોકો વોટ્સએપ પર થી જ સીધુ પેમેન્ટ કરી શકાશે અને પેમેન્ટ કર્યા બાદ તુરંત લોકોને પેમેન્ટ ની રસીદ પણ સીધી વોટ્સએપ પર મોકલવામાં આવશે જેથી લોકો ને જે રીતે તેઓ મહાનગરપાલિકાની કચેરી જે રુબરુ જઈ વેરાનું પેમેંટ કરવાથી મળતી રસીદ જેવો જ અનુભવ થશે.  ઉપરોક્ત તમામ પ્રક્રિયા Artificial Intelligence નો ઉપયોગ કરી વોટ્સએપ ચેટ બોટ દ્વારા કરવામાં આવશે.

“RMC on WhatsApp”  પ્રોજેક્ટની જાહેરાત સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ દ્વારા ચાલુ વર્ષનાં બજેટમાં કરવામાં આવેલ. જેના અનુસંધાને પ્રોજેક્ટ મહાનગરપાલિકાના કોમ્પ્યુટર વિભાગની ટીમ દ્વારા ઈન હાઉસ ડેવલપ કરવામાં આવેલ છે. જે ગૈારવની બાબત છે. 

દેશ ડીજીટલ સેવાનો મહતમ ઉપયોગ થાય તે દિશામાં આગળ વધી રહયો છે. ત્‍યારે રાજકોટ મહાનગરપાલિકા પણ તેના હસ્‍તકની અનેકવિધ સેવાઓને તબકકાવાર પુરી પાડવા માટે અનેકવિધ સેવાઓને ડીઝીટલ માધ્‍યમમાં આવરી લેવામાં આવેલ છે.

આજ-રોજ તા.ર૫-૦ર-ર૦રર નાં રોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજ્યમાં સૌ પ્રથમ વાર મહાનગરપાલિકાની ૧૭૫ થી વધુ સેવાઓ ને “RMC on WhatsApp” નામના પ્રોજેકટ વડે વોટ્સ એપ પર આપવાની શરુઆત ગુજરાત શિક્ષણ, ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ, સાયન્સ અને ટેક્નોલોજી વિભાગનાં કેબિનેટ મંત્રી અને રાજકોટનાં માનનીય પ્રભારી મંત્રી      જીતુભાઈ વાઘાણીનાં વરદ હસ્તે કરવામાં આવેલ. આ કાર્યક્રમનાં અધ્‍યક્ષ સ્‍થાને મેયર ડો. પ્રદિપ ડવ ઉપસ્‍થિત રહેલ.

આ પ્રસંગે ધારાસભ્‍ય ગોવિંદભાઇ પટેલ,  લાખાભાઇ સાગઠીયા, ડેપ્‍યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ, સ્‍ટેન્‍ડીંગ કમિટી ચેરમેન પુષ્‍કરભાઇ પટેલ, મ્‍યુનિ. કમિશનર અમિત અરોરા, શાસકપક્ષ નેતા વિનુભાઇ ઘવા, દંડક સુરેન્‍દ્રસિંહ વાળા, રાજકોટ શહેર ભા.જ.પ. મહામંત્રી કિશોરભાઇ રાઠોડ,  નરેન્‍દ્રસિંહ ઠાકુર, વિવિધ કમિટીના ચેરમેનઓ, કોર્પોરેટરઓ, અધિકારીગણ વિગેરે ઉપસ્‍થિત રહેલ.

આ પ્રસંગે કેબીનેટ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્‍યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાની વિવિધ ૧૭૫ સેવાઓ આર.એમ.સી. ઓન વોટસએપમાં આવરી લેવામાં આવી છે.

તે બાબત ખૂબ જ પ્રસંશનિય છે. સમગ્ર રાજયમાં પ્રથમ વખત આવી નવી પહેલ કરનાર રાજકોટ મહાનગરપાલિકાને સરકાર વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. તેમજ રાજકોટની જનતાને તેમના આંગળીનાં ટેરવે મોબાઇલમાં ઉપલબ્‍ધ બનેલી આ સેવાનો મહતમ લાભ મેળવવા અનુરોધ કરૂં છું.

મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, આ સેવામાં મહાનગરપાલિકાની ચુંટાયેલી પાંખ તથા વહિવટી પાંખનાં તમામ પદાધિકારીઓ/અધિકારીઓ/કોર્પોરેટરઓનાં ફોન નંબર સાથેની વિગતો ઉપલબ્‍ધ છે.

“RMC on WhatsApp” સેવાનાં ઉપયોગ વડે મહાનગરપાલિકા ની જુદી જુદી સેવાઓ માટે લોકોએ મહાનગરપાલિકાની ઓફિસે આવવાની જરૂરીયાત ઘટી જશે તેમજ લોકો પોતાના મોબાઈલમાં વોટ્સએપ દ્વારા મહાનગરપાલિકાની સુવિધાઓ સરળતાથી મેળવી શકશે.

Must Read

jayrajsinh jadeja aniruddhsinh ribda

ગોંડલમાં રાજકારણ ગરમાય તેવી સ્થિતી રીબડા જુથની પત્રકાર પરિષદનું આયોજન

Gujarat Politics 2022 : વિધાનસભા ચૂંટણી પહેલા ગોંડલમાં રાજકારણ ગરમાયું છે. આ બેઠક પર ચૂંટણી લડવા માટે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને અનિરૂધ્ધસિંહ...